ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (21:53 IST)

ગુજરાતની ગાયિકા ચાંદની વેગડનું નવું ગુજરાતી વિડિયો આલ્બમ ‘રાધા રાની લાગે’ રિલીઝ થયું

ગુજરાતની 'દવે ડિજિટલ' કંપની દ્વારા ગાયિકા ચાંદની વેગડનું નવું ગુજરાતી આલ્બમ 'રાધા રાની લાગે'ને શનિવાર, 10 જુલાઈ, 2021ના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું છે. આ એક ભક્તિ ગીત છે, જે ખૂબ જ અલગ અંદાજમાં ગાયું છે. એટલું જ નહીં, અતિસુંદર રીતે ફિલ્માવવામાં આવ્યું છે. એનું શૂટિંગ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા ધામ દ્વારકાના વિવિધ અને પ્રસિદ્ધ સ્થળે કરવામાં આવ્યું છે. દ્વારકા શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ છે. ચાંદની વેગડનું ગીત સાંભળવાની સાથે આબાલ-વૃદ્ધ તમામ રાધા કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જશે. આ વિડિયો આલ્બમના નિર્માતા જય દવે છે, દિગ્દર્શન દ્વિજ ત્રિવેદીનું છે તો સંગીત સુનીલ ચાવડા એ આપ્યું છે.
 
 ચાંદની વેગડ ગુજરાતના જામનગરમાં રહેતા ભૂતપૂર્વ સિવિલ જજ કે. પી. વેગડની દીકરી છે. વેગડ પહલા જામનગરમાં રહેતા હતા, થોડા સમય પૂર્વે જ રાજકોટ રહેવા આવ્યા છે. ચાંદનીએ આ વરસે દસમા ધોરણની પરીક્ષા જામનગરની શ્રી સત્યસાઈ વિદ્યાલયથી પાસ કરી છે, અને હવે અગિયારમા ધોરણ માટે રાજકોટની રાજકુમાર કૉલેજમાં એડમિશન લીધું છે. એ ગાયકી સાથે અભ્યાસ પણ ચાલુ રાખવા માગે છે. એ ગુજરાત રાજ્ય અને મુંબઈના અનેક શોમાં ભાગ લઈ ચુકી છે. રાધા રાની લાગે આલ્બમ અંગે ચાંદની જણાવે છે કે, મેં દરેક પ્રકારનાં ગીતો ગાયાં છે અને ગાઈ શકું છું. આ ભક્તિ ગીત ઘણું સરસ હતું અને મને આ ગીત ગાવાનો મોકો મળ્યો. આનું શૂટિંગ પણ દ્વારકામાં થયું છે,આ આલ્બમ મારા માટે યાદગાર સંભારણું બની રહેશે. આશા છે કે લોકોને પણ આ ભક્તિ ગીત પસંદ પડશે.
 
 આમ તો, ચાંદનીએ હાઈ-સ્પીડ સિને ઇન્ટરનેશનલ બેનર હેઠળ બની રહેલી એક હિન્દી ફીચર ફિલ્મ લિવિંગ રિલેશન સાઇન કરી છે, જેનું રેકોર્ડિંગ કોરોનાને કારણે થઈ શક્યું નથી, પરંતુ ટૂંક સમયમાં એનું રેકોર્ડિંગ મુંબઈમાં થશે.