શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 25 માર્ચ 2021 (09:02 IST)

જામનગર (ગુજરાત) ના ચાંદની વેગડ વડોદરામાં 'બેસ્ટ સિંગર એવોર્ડ'થી સન્માનિત

જામનગર/વડોદરા, (ગુજરાત) : ‘ગુજરાત સિને મીડિયા અવોર્ડ’નું આયોજન 20 માર્ચ 2021 ના રોજ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટવડોદરા(ગુજરાત) ખાતે આયોજિત કવામાં આવ્યું હતુંજેનું આયોજન અમિત પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા કરાયું હતુંજેમાં  ગુજરાતના જામનગરમાં રહેતી યુવા અને ટેલેન્ટેડ ગાયિકા ચાંદની વેગડને બેસ્ટ ગાયિકાનો અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. અવસરે એના પરિવારના સભ્યો મોટાભાઈ રાજ વેગડપિતા કાંતિલાલ વેગડ અને એની માતા અસ્મિતા વેગડદિલીપ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાતાજેતરમાં ચાંદની વેગડને જામનગરમાં આયોજિત સિંગિંગ કોમ્પિટિશનમાં કૌન બનેગા જામનગર કા કરાઓકે કિંગમાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતોગુજરાત અને મુંબઈમાં અનેક ગાયન પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે અને સ્ટેટ લેવલની અનેક સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી ચુકી છેહાઈ-
 


સ્પીડ સિને ઇન્ટરનેશનલ બેનર હેઠળ એક હિન્દી ફીચર ફિલ્મ લિવિંગ રિલેશન ગાયિકા તરીકે સાઇન કરી છેજેનું રેકોર્ડિંગ મુંબઈમાં થશે.

 

               ચાંદની વેગડે અવોર્ડ કમિટીનો આભાર માન્યો હતોચાંદની જામનગરની શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છેએનું કહેવું છે કેજીવનમાં તમે કોઈ પણ સ્થાન હાંસલ કરો પણ જીવનના હરેક પડાવ પર ભણતર ઘણું જરૂરી છેહું દસમા ધોરણની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છુંઅત્યારે તો પૂરૂં ધ્યાન ભણતર પર કેન્દ્રિત કર્યું છેપરીક્ષા બાદ ફરી ગાયકી પર ધ્યાન કેન્દ્રિત કરીશ.