શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 2 ઑક્ટોબર 2019 (15:31 IST)

ગુજરાતી ફિલ્મ ‘દિયા ધ વન્ડર ગર્લ’નું ગરબા સોંગ તમને ખુશ કરી દેશે

ગુજરાતી ફિલ્મોમાં એવું ક્યારેય બન્યું નથી કે સાંભળવામાં આવ્યું નથી કે કોઈ પોતાની જ બાયોપિક ફિલ્મમાં જાતે જ અભિનય કરે. જી હા હવે એક એવી બાયોપિક તૈયાર થઈ રહી છે જેમાં એક 9 વર્ષની દિકરી લીડ રોલ કરશે. આ વખતે સ્પોર્ટ્સ પર ગુજરાતની દિકરીની બાયોપિક તૈયાર થઈ રહી છે. આ ફિલ્મનું નામ છે દિયા ધ વન્ડર ગર્લ. આ ફિલ્મમાં દિયા પટેલ ખુદ અભિનય કરી રહી છે. આવું પ્રથમ વાર પ્રાદેષિક ફિલ્મોમાં બની રહ્યું છે.

દિયા- ધ વન્ડર ગર્લ 9 વર્ષની અમદાવાદની ગુજરાતી છોકરી દિયાની બાયોપિક છે. જેણે એક વર્ષ જેટલા થોડા જ સમયમાં નિરંતર તાલીમ, કઠીન પરિશ્રમ અને પોતાના તીવ્ર નિર્ણય દ્વારા કોરિયન ટેક્વાંડોમાં ‘સબ જુનિઅર માર્શિયલ આર્ટસ નેશનલ ગોલ્ડ વિજેતા’ બની છે. હવે આ ફિલ્મનું પ્રથમ નવરાત્રી સોંગ રીલિઝ થયું છે. આ સોંગ પાર્થિવ ગોહિલ તથા લાલિત્ય મુન્શોએ ગાયું છે. ગીતને સ્વરબદ્ધ જતીન પ્રતિકે કર્યું છે. આ ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થશે.