શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (20:32 IST)

અમદાવાદમાં ભાઈએ બહેનને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ભાઈએ પોતાની જ બહેનને હવસનો શિકાર બનાવીને ગર્ભવતી બનાવી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના એક યુવકે પોતાના મામાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. મામાની દીકરી માત્ર 16 વર્ષની સગીર છે. આ કૃત્ય બાદ સગીર યુવતી માતા બની છે અને ભોગ બનનાર કિશોરીએ એક બાળકીને પણ જન્મ આપ્યો છે. હાલ સમગ્ર ભાંડો બહાર આવ્યો છે. પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે એફ ડિવીઝનના એસીપી જે.કે.ઝાલાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલાથી બંન્ને વચ્ચે સંબંધો હતો અને રવિવારે કિશોરીએ બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે.વાત એમ છે કે, પીડિતા અને આરોપી યુવક મામા-ફઈના ભાઈ-બહેન થાય છે. પારિવારીક હોવાથી યુવક અનેકવાર યુવતીના ઘરે જતો હતો. એક વર્ષ પહેલા આરોપીએ પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો અને અવાર-નવાર તેના ઘરે પણ જતો હતો. સાત મહિના પહેલાજ પીડિતાની માતાનુ મોત થયું છે, જેથી યુવકની અવર-જવર વધી ગઈ હતી. રવિવારે પીડિતાને દુખાવો થતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, પિતરાઈ ભાઈએ જ તેની સાથે આવુ કર્યુ છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરી છે.