શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (15:11 IST)

Gujarati Movie ''આવ તારુ કરી નાંખું'' દર્શકોને જબરદસ્ત હસાવશે

''આવ તારુ કરી નાંખું'' આ એક એવી ગુજરાતી ફિલ્મ છે, જેમાં પિતા અને બે પુત્રોની વાત છે. પિતા પોતાના બે પુત્રોના લગ્ન કરાવીને તેમને જીવનમાં સ્થાઈ કરવા માંગે છે. તો પુત્રો પિતાના આ વિચારને ગણતા જ નથી. પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાએ આ ફિલ્મમાં હસમુખભાઈનો રોલ કર્યો છે. હસમુખ ભાઈ એક કરોડપતિ માણસ છે. તેઓ પોતાના બંને પુત્રોના લગ્ન કરાવીને તેમને જીવનમાં સ્થાઈ કરીને આરામથી જીવવા માંગે છે, પણ તેમના બંને પુત્રો લગ્ન કરવા નથી માંગતા. હસમુખલાલના મોટા પુત્રનો રોલ ટીવી સિરિયલના જાણીતા અભિનેતા અમર ઉપાધ્યાય કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મમાં દુષ્યંત નામના મોટા પુત્રનો રોલ કરે છે. જ્યારે નાના પુત્રનો રોલ આદિત્ય કાપડિયાએ કર્યો છે. દુષ્યંત ( અમર ઉપાધ્યાય) એક એનઆરઆઈ છે. તેઓ પોતાના અંગત કારણોસર લગ્ન કરવા માંગતા નથી. જ્યારે નાનો પુત્ર હિમાંશું હસમુખભાઈના હાથમાંથી છટકી ગયેલી કમાન જેવો છોકરો છે. તેનું માનવું છે કે લગ્ન તો સ્વર્ગમાંજ થાય બાકી મારો જન્મતો આ પૃથ્વી પર મજા કરવા માટે થયો છે.
પોતાના બંને પુત્રોને ઠેકાણે પાડવાના હસમુખલાલના પ્રયત્નો વ્યર્થ જાય છે. આ ફિલ્મમાં મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે હસમુખલાલ કોઈના પ્રેમમાં પડી જાય છે. ત્યારબાદ જે ગેરસમજ ઉભી થાય છે તે દર્શકોને ચોક્કસ પેટ પકડીને હસાવશે. હસમુખલાલના પ્રેમ પ્રસંગમાં ભંગાણ પાડવા માટે હવે પુત્રો મેદાનમાં ઉતરે છે અને કોમેડીનું યુદ્ધ સર્જાય છે. વધુ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડે. પણ આ ફિલ્મમાં ડેબ્યુ કરી રહેલા અમર ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું હતું કે આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સારો ગ્રોથ કરી રહી છે. તેનું કન્ટેન્ટ, ટેકનિક અને વાર્તાઓમાં હવે નવિનતા જોવા મળે છે. મરાઠી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મો બની રહી છે. ત્યારે આ ફિલ્મ પણ દર્શકોને ચોક્કસ ગમશે એવી મને ખાતરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ મેવાવાલાએ કર્યું છે. તો તપન ભટ્ટે ફિલ્મ લખી છે. કેદાર ભગત અને પિયુષ કનોઝિયાનું સંગીત છે. મોનલ ગજ્જરની આ બીજી ગુજરાતી ફિલ્મ છે.