કંઈક કરને યાર, અત્યાર સુઘીની સૌથી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ

kaik kar ne yaar
Last Modified શનિવાર, 12 નવેમ્બર 2016 (12:11 IST)

ગુજરાતી ફિલ્મો એક નવા અવતાર અને સમયમાં રજુ થઈ રહી છે. થોડાક અરસામાં ઘણી બધી ફિલ્મો આવી છે જેમાંથી કેટલીક ફિલ્મો સુપરહીટ રહી છે. મોટા ભાગે આ ઈન્ડસ્ટ્રીમાં કોમેડી ફિલ્મો બહુ આવી છે. અને તે ઉપરાંત અલગ અલગ વિષયને લઈને આવેલી ફિલ્મોએ લોકોને ખાસુ પણ પુરૂ પાડ્યું છે. ત્યારે આપણે આજે એક એવી ફિલ્મનો રિવ્યૂ રજુ કરવો છે. જે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે. જી હા આપણે અહીં વાત કરવી છે. નામની ગુજરાતી ફિલ્મની, આ ફિલ્મમાં અરૂણા ઈરાનીએ 15 વર્ષ બાદ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. તેમની સાથે ટીકુ તલસાણીયા પણ છે. આ બંનેનો અભિનય સમગ્ર ફિલ્મને હીટ કરવામાં ખૂબજ કામ કરી ગયો છે. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ફિલ્મ જોવાની મજા નહીં આવે. પરંતુ અરૂણા ઈરાનીનો અભિનય જુની ફિલ્મોની યાદ ચોક્કસ અપાવશે. ટીકુ તલસાણીયાએ પણ આ ફિલ્મમાં એક એવી કોમેડી વાળો રોલ કર્યો છે જેનાથી દર્શકો સિનેમામાં પોતાની ખુરશીને પકડી રાખીને ફિલ્મ જોશે. આ ફિલ્મ કબિર જાનીએ લખી છે અને દિગ્દર્શિત પણ કરી છે. તેની સાથે સંગીત પણ વિરલે આપ્યું છે. આ ફિલ્મનું સંગીત પણ અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ સંગીત છે. દર્શકોને ચોક્કસ પસંદ પડે એવી આ ફિલ્મ છે.


આ પણ વાંચો :