ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ હોલીવુડ તરફ આગળ વધશે

Last Modified ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (13:49 IST)

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું ૩ ઓગસ્ટ 2018થી પહેલીવાર ન્યુ જર્સી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચિત આ ફેસ્ટિવલને મીડિયા દ્વારા ત્યારથી જ ખુબ આવકાર મળ્યો હતો જ્યારે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરવામાં આવી અને જયારે ફેસ્ટિવલ ડાયરેક્ટર શ્રી ઉમેશ શુક્લાએ ફેસ્ટિવલ અંગેનું પોતાનું આયોજન જાહેર કર્યુ ત્યારે મીડિયાએ સંપૂર્ણ ખ્યાલને સારો પ્રતિસાદ આપ્યો. ગુજરાતી ફિલ્મોમાં સભ્યોએ પણ આ મોટા દરજ્જાના ઇવેન્ટને સહકાર આપ્યો જેનું પ્રતિબિંબ પહેલા દિવસે જોવા મળ્યું. લગભગ 50૦૦ લોકોએ આ ૩ દિવસીય ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. 23થી વધારે ફિલ્મોનું સ્ક્રીનીંગ થયું હતું, જેમાં 12 ફિચર ફિલ્મો, 4 ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનીંગ( શરતો લાગુ , ધાડ, ઢ અને ધ કલર્સ ઓફ ડાર્કનેસ ) તથા ૩ ડોક્યુમેન્ટરી ફિલ્મો તથા 4 શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવી હતી.

પહેલા દિવસે ન્યુ જર્સીમાં દીપ-પ્રાગટ્ય સાથે પ્રારંભ સમારોહ યોજાયો હતો. ભારતીય સમુદાય, મુખ્ય અતિથીઓ સાથે 10૦૦થી વધુ લોકોએ પહેલા દિવસે પોતાની હાજરી નોંધવી હતી. પહેલા દિવસનું સૌથી મોટું આકર્ષણ ઓપનીંગ ફિલ્મ ‘રેવા’ હતું તથા એ જ દિવસે ‘શરતો લાગુ’ ફિલ્મનું
USA પ્રિમીયર યોજવામાં આવ્યું હતું. ડાયરેક્ટર સાથે સવાલ-જવાબના એક સેશન સાથે પહેલા દિવસની પુર્ણાહુતી થઇ હતી. બીજા દિવસે અન્ય ફિલ્મોના સ્ક્રીનીંગની સાથોસાથ ડાયરેક્ટર પરેશ નાયક, લતેશ શાહ, સુજાતા મહેતા, મધુ રાઈ સાથે ‘ગુજરાતી સિનેમાના વર્તમાન ટ્રેન્ડ’ વિષય પર વર્કશોપનું આયોજાણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા દિવસે ફેસ્ટિવલની કલોઝિંગ ફિલ્મ ‘ઢ‘ હતી જેને 2018માં નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ફેસ્ટિવલની પુર્ણાહુતી રોયલ ગ્રાન્ડ મેનોર, ન્યુ જર્સી ખાતે ભવ્ય એવોર્ડ સેરેમની દ્વારા કરવામાં આવી. આ ગ્રાન્ડ એવોર્ડ સેરેમનીમાં ન્યુ જર્સીના લોકો તથા મહત્વમાં મહેમાનોએ હાજરી આપી હતી. એવોર્ડ્સ 18 વિવિધ કેટેગરી માટે આપવામાં આવ્યા હતા. IGFF ની શરૂઆત ખુબ સારા આવકાર સાથે થઇ. ગુજરાતી ફિલ્મમેકર્સ માટે ઓવરસીઝ પણ એક સારું માર્કેટ છે એ આ ફેસ્ટિવલ થકી જાણવા મળ્યું અને તેઓને ત્યાંના લોકલ ગુજરાતીઓ દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે જે નિસંદેહ ગુજરાતી ફિલ્મ મેકર્સને સારી ફિલ્મો બનવવા માટે પ્રેરણા આપશે. અને છેલ્લે એક મોટા સમાચાર એ છે કે IGFF 2019 હવે લોસ એન્જેલસ( LA ) માં યોજાશે તેથી આ ફિલ્મ ફેસ્ટિવલ હોલીવુડ તરફ આગળ વધશે.તારીખ આ વર્ષના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.આ પણ વાંચો :