શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 31 ઑગસ્ટ 2020 (12:10 IST)

ખરાબ રોડને લઇને કિંજલ દવેએ ટોળો માર્યો, કહ્યું- ગુજરાતમાં ગૂગલ મેપ છેતરાઇ ગયો!

ગુજરાતમાં ગત થોડા દિવસોમાં થયેલા ભારે વરસાદના કારણે રોડની હાલત ખરાબ થઇ ગઇ છે. રસ્તા પર ખાડાના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકો માંગ કરી રહ્યા છે કે આ રસ્તાઓને જલદી ઠીક કરવામાં આવે. બીજી તરફ કેટલાક ગામમાં લોકો પોતાના દમ પર રસ્તાનું સરફેસિંગ કરાવી રહ્યા છે. એવામાં ગુજરાતી પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડા વિશે ટ્વિટ કર્યું. 

 
29 ઓગસ્ટના રોજ કરવામાં આવેલા એક ટ્વિટમાં કિંજલ દવેએ ઉલ્લેખ કર્યો કે ખાડાના કારણે લોકો ધીમે ગાડી ચલાવી રહ્યા છે. અને લોકોના વાહન ચલાવવાની ગતિ એટલી ધીમી થઇ ગઇ છે કે ગૂગલ મેપ પણ છેતરાઇ ગયું છે અને તે ઉક્ત સ્થાન પર ટ્રાફિકનું લાલ નિશાન દેખાઇ રહ્યું છે. કિંજલ દવેએ આગળ લખ્યું 'ગુજરાતમાં ગૂગલ મેપ છેતરાઇ ગયું.'
 
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ગુજરાતના રસ્તા પર પડેલા ખાડાને લઇને રાજ્ય પર નિશાન સાધ્યું હતું. તેમણે પણ સોશિયલ મીડિયા પર ખાડાવાળા રસ્તાનો ફોટો અપલોડ કરીને તંત્ર વિરૂદ્ધ આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કહ્યું કે રસ્તા પર ખાડા કારણે તેમણે સુરત યુનિવર્સિટીના ઓનલાઇન કાર્યક્રમમાં પહોંચવામાં મોડું થઇ ગયું.
 
દીવાળી સુધી રસ્તાઓનું કામ થઇ જશે
 
રસ્તા પર ખાડા વિશે ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે અધિકારીઓએ રસ્તા પર ખાડાનું સર્વેક્ષણ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટના અનુસાર રાજ્યમાં નવરાત્રિ દિવાળી સુધી તમામ રસ્તાનું કામ પુરૂ થઇ જશે.