ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2019 (11:07 IST)

લવ ની લવ સ્ટોરીસ" એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ, આ દિવસે થશે રિલીઝ

સ્વિસ્ક એન્ટરટેઈનમેન્ટ & ડી. બી. ટોકીઝ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ "લવની લવ સ્ટોરીસ"નું ટ્રેલર તથા મ્યુઝિક અમદાવાદમાં ટાઈમ સિનેમા એન્ડ એન્ટરટેઈનમનેટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મનીષ અંદાણી અને કરીમ મીનસરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ છે. આ ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્ના છે. આ ફિલ્મનું સુંદર લેખન પણ દુર્ગેશ તન્ના દ્વારા જ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ અભિનેતા પ્રતીક ગાંધી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. 
 
પ્રતીક ગાંધી સાથે દિક્ષા જોશી, વ્યોમા નંદી, શ્રદ્ધા ડાંગર તથા હાર્દિક સંઘાણી પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. સુપ્રસિદ્ધ મ્યુઝિક ડાયરેક્ટર પાર્થ ઠક્કર દ્વારા આ ફિલ્મનું મ્યુઝિક આપવામાં આવ્યું છે અને નિરેન ભટ્ટ તથા આદિત્ય ગઢવીએ સુંદર ગીતો લખ્યા છે. આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ ભાવસાર, કીર્તિ સાગઠીયા, યશિકા સિક્કા અને યશિતા શર્માએ પોતાનો મધુર અવાજ આ સોંગ્સમાં આપ્યો છે. "લવ ની લવ સ્ટોરીસ" ફિલ્મ 31 જાન્યુઆરી, 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
 
"લવ ની લવ સ્ટોરીસ" એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં પ્રતીક ગાંધી એક લવર બોયની ભૂમિકા ભજવી રહેલ  છે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે, અને અત્યાર સુધીમાં આ ટિઝરને 8 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. આ ગુજરાતની પ્રથમ ફિલ્મ છે જેમાં, હેલો સાથે ટિક્ટોક પણ સોશિયલ એન્ટરટેઈનમેન્ટ પાર્ટનર છે. જ્યારે ફિલ્મમાં અનોખું શું છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે,  ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્નાએ જણાવ્યું હતું કે, "હું ખુશ છું કે પ્રતીક ગાંધી, લવ મોદીની ભૂમિકા ભજવી રહેલ છે. 
 
લવની લવ સ્ટોરીસ એ ફક્ત હૃદયથી જ નહિ પરંતુ દિમાગથી પણ રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મમાં નાયક પ્રેમની સાથે જીવનના ઘણાં બધા પાસાઓમાંથી એક જ સમયે પસાર થાય છે. આ એક મનોરંજક ફિલ્મ બની રહેશે, જે દર્શકોને જરૂર પસંદ પડશે. ફિલ્મની વાર્તા મુખ્ય નાયકના જીવનના વિવિધ તબક્કાઓ અને સંબંધોને દર્શાવે છે."
 
ફિલ્મમાં સાચા પ્રેમની શોધ નાયક (પ્રતીક ગાંધી)ને જીવનની રોલર- કોસ્ટર સવારી તરફ દોરી જાય છે. તે દરમિયાન તેને થતાં અનુભવો તેનો પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ ઓછો કરશે કે તેને વધારે મજબૂત કરશે તે જાણવું દર્શકો માટે ઘણું જ રસપ્રદ બની રહેશે. "લવ ની લવ સ્ટોરીસ" ફિલ્મ 31 જાન્યુઆરી, 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.