સંબંધિત સમાચાર
- સુજિત વિલ્સન : બોરવેલમાં પડેલા બાળકનું મોત, ડિકમ્પોઝ્ડ થવા લાગ્યું હતું શરીર
- અમિત શાહે કહ્યું 50-50ના ફોર્મ્યુલા પર ક્યારેય વાત થઈ જ નથી
- આદિત્ય ઠાકરેએ ડે. સીએમનું પદ સ્વીકારી લેવું જોઇએઃ
- Maharastra Election Result - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019, પક્ષવાર સ્થિતિ
- Haryana Assembly Election Result - હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામમાં બીજેપી બહુમત તરફ
શિરડી સાઈબાબા ફાઉન્ડેશન દ્વારા ગીતા ત્રણ ભાષાઓમાં એક સાથે ગીતા સાર ડિજિટલ મીડિયા પર રિલીઝ
મુંબઈ, શ્રીમદ્ ભગવત ગીતાને હવે શિરડી સાઈબાબા ફાઉન્ડેશન અને ઓરિયંટ ટ્રેડલિંક લિમિટેડ દ્વારા 'ગીતા' નામથી એક સાથે ત્રણ ભાષાઓ એટલે કે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં રેકોર્ડ કરી ડિજિટલ પ્લેટફોર્મ થકી લોકો સુધી ખાસ કરીને યુવા પેઢી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.અંગ્રેજીમાં અશિમ ખેત્રપાલે અવાજ આપ્યો છે તો હિન્દીમાં વિકાસ કપૂર અને સંસ્કૃતમાં રણદીપની અવાજમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સંગીત અમર પ્રભાકર દેસાઈએ આપ્યું છે. જેને મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
આ અવસરે શિરડી સાઈ બાબા ફાઉન્ડેશન ના મેનેજિંગ ડિરેક્ટર આશિમ ખેત્રપાલે જણાવ્યું કે, "આજકાલ લોકો, ખાસ કરીને યુવા પેઢી ધર્મ, કલા, સંસ્કૃતિ અને સભ્યતા ભૂલતી જાય છે. અને તેમને આ વાતની જાણ પણ થતી નથી. ગીતા એક મહાન ગ્રંથ છે અને બધા એને સમજે અને સાંભળે એ માટે ત્રણ ભાષાઓમાં એ રિલીઝ કરાઈ છે અને એ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર, જેથી ગમે ત્યારે અને ગમે તે સમયે સાંભળી શકાય. જ્યારે હું બદલીશ તો તમે બદલાશો અને જ્યારે તમે બદલાશો ત્યારે સંસાર બદલાશે એ ગીતાનો ઉપદ્શ મને ઘણો પસંદ પડ્યો. ગીતા ઘરે-ઘરે પહોંચે એ અમારો પ્રયાસ રહેશે."
