ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ લીધા અંતિમ શ્વાસ, 48 કલાકમાં બંને ભાઇઓએ લીધી વિદાય

naresh kanodiya
Last Modified મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (10:01 IST)
અને પૂર્વ ધારસભ્ય નરેશ કનોડિયાને કોરોનાના કારણે નિધન થયું છે. નરેશ કનોડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતને મોટો આંચકો લાગ્યો છે.
naresh kanodiya
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારબાદ 48 કલાક જેટલા ટૂંકાગાળામાં નરેશ કનોડિયાએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.

નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે હાલ તેમની તબિયત સ્થિર છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.


આ પણ વાંચો :