રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (12:08 IST)

મહેસાણામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને લાફો ઝિંક્યો, જાણો સમગ્ર મામલો

મહેસાણામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલામાં અસામાજિક તત્વો વિરૂદ્ધ મહેસાણાના મોઢેરા પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. કો વાતને લઇને આસામાજિક તત્વોએ પહેલાં આયોજકના ઘરમાં ઘૂસીને આયોજકો સાથે છુટા હાથની મારામારી થઇ અને પછી ગુજરાતી સિંગરને તમાચો ઝિંકી દીધો. 
 
મહેસાણામાં મોઢેરાના આયોજક બાબખાનના ભાઇ બિમારી હોવાના કારણે ગુજરાતી સિંગર કાજલ મહેરિયા તેમના ઘરે પહોંચી હતી. જ્યારે કાજલ મહેરિયા આયોજકના ઘરે હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ત્યાં પહોંચ્યા અને આયોજકનું અપમાન કર્યા બાદ કાજલ મહેરાને તમાચો ઝિંકી દીધો હતો. કહેવામાં આવે છે કે આ ઝઘડો આયોજકના પારિવારીક ઝઘડાની દુશ્મનીમાં થયો હતો. કાજલ મહેરિયાએ કેસ સંબંધમાં મોઢેરા પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાબાખાન વિરોધીઓ દ્વારા કાજલ મહેરિયા પર હુમલા સંબંધમાં બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
ગુજરાત ગાયિકા કાજલ મહેરિયા ' મળ્યા માના આર્શિવાદ'થી પ્રસિદ્ધ થઇ હતી. કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલના પિતા નાગીન મહેરિયા ખેતી કરે છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા. 
 
કાજલ મહેરિયાનું ગુજરાતી ગીત 'મળ્યા માના આર્શિવાદ' 9 માર્ચ 2018ના રોજ યુટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો અને અત્યાર સુધી તેને 13,181,437 લોકોએ જોયો છે. કાજલ મહેરિયા લાઇવ પોગ્રામ પણ કરે છે. જેમાં ડાયરા, ગરબાની રમઝટ સામેલ છે. કાજલ મહેરિયાના ફેન ઉત્તર ગુજરાતમાં વધુ છે. કાજલ મહેરિયા પર હુમલાથી ઢોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે અને તેમના પ્રશંસકોમાં નારાજગી છે.