મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:09 IST)

Happy Birthday -ગુજરાતી ફિલ્મોના રજનીકાંત નરેશ કનોડિયાનો 75મો જનમ દિવસ

ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન અને રજનીકાંત તરીકે જો કોઈ ઓળખાતુ હોય તો તે છે નરેશ કનોડિયા. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્રી... શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનો લોકપ્રિય હીરો ગુજરાતી દર્શકોના દિલમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ઊભું કરનાર કલાકારે ગુજરાતી સિનેમાની લાજ રાખી છે. હજુ આજે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તે એટલા જ સક્રિય છે. "મહેશકુમાર એંડ પાર્ટી " માં ખંજરી વગાડતાં- વગાડતાં કે સ્ટેજ પર ડાંસ કરીને એ મુકામ સુધી પહોંચનાર નરેશ કનોડિયા પોતાના વાસ્તવિક જીવનમાં પણ એટલા જ સરળ વ્યક્તિ છે. 

ફિલ્મક્ષેત્ર અને રાજકરણમાં સફળ કારકિર્દી ધરાવતા હોવા છતાં કોઈ પણ જાતના બાહ્ય આડંબરથી રહિત નરેશ કનોડિયા "જોની જૂનિયર"ના હુલામણા નામથી પણ જાણીતા હતા. ગુજરાતની પ્રજાનું મનોરંજન કરનાર મહેશ-નરેશ બેલડી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 1969થી પોતાની કલાનો કસબ ગુજરાતી દર્શકોને દર્શાવી રહ્યા છે. 

ગુજરાતના ગામડામાં વસતો સામાન્ય ગુજરાતી જ્યારે થિયેટરના પડદા પર નરેશ કનોડિયા એંટ્રી પાડે છે, ત્યારે સીટી અને ચિચિયારીઓ પાડીને ઝૂમી ઉઠે છે. ગુજરાતી લોકગીતો સિવાય ગીતો અને ગરબાઓને વિશ્વમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં મહેશ-નરેશ પણ અગ્રેસર રહ્યા છે. સફળ અને લોકપ્રિય ગુજરાતી ફિલ્મોની વણથંભી વણઝાર રજૂ કરનાર કનોડિયા પિક્ચર્સના ગીતો ગુજરાતી પ્રજા દ્વારા ઉજવાતી નવરાત્રિમાં અચૂક રીતે સાંભળવા મળે છે. 

"ભાથીજી મહારાજ" ફિલ્મ ગુજરાતમાં ગામેગામ લોકપ્રિય બન્યું હતું, જે તેમની લોકપ્રિયતાની સાબિતી છે. આજે જ્યારે ગુજરાતનો ફિલ્મ ઉદ્યોગ તેના 75 વર્ષ પૂરાં કરી રહ્યો છે, ત્યારે રાજકોટમાં "આરપાર" સામયિક દ્વારા ઉજવાતો "ગુજરાતી ફિલ્મોત્સવ" પણ ગુજરાતી પ્રજામાં ફરીથી ગુજરાતી ફિલ્મોને લોકપ્રિય થાય- એ માટેનો પ્રયાસ છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે નરેશ કનોડિયા "આરપાર" સામયિક સાથે કરેલી વાતચીત ગુજરાતી દર્શકો માટે રસપ્રદ બની રહેશે.