શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:31 IST)

પ્રિયંકા ચોપરા જોનાસ દ્વારા લોસ એન્જલસમાં એકેડેમી સભ્યો માટે ‘લાસ્ટ ફિલ્મ શો’ સ્ક્રીનીંગનું આયોજન

last shaw
પ્રિયંકા ચોપરા જોનાસે લોસ એન્જલસમાં ઓસ્કાર મતદારો માટે ભારતની સત્તાવાર એન્ટ્રી લાસ્ટ ફિલમ શો (છેલો શો) ની વિશેષ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું. વૈશ્વિક સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસે એકેડેમી સભ્યો માટે LA માં લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના સ્ક્રીનિંગ અને ડિનર રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ ફિલ્મ, જે ઓસ્કાર માટે ભારતની અધિકૃત એન્ટ્રી છે, તેને ધ એકેડેમી દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
last shaw
પ્રિયંકાએ નામાંકન માટે મતદાન કરી રહેલા એકેડેમી સભ્યો માટે પુરસ્કાર વિજેતા ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. સ્ક્રીનીંગ ઈવેન્ટમાં ફિલ્મના લીડ સ્ટાર, ભાવિન રબારી, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા અને એકેડેમીના ઘણા સભ્યોએ હાજરી આપી હતી.
 
દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને ધીર મોમાયાએ જણાવ્યું હતું કે, “પ્રિયંકા એક વૈશ્વિક આઇકોન છે, એક જબરદસ્ત પ્રતિભાશાળી અભિનેતા છે અને સૌથી વધુ, ખૂબ જ ઉદાર વ્યક્તિ છે. અમે ખૂબ જ પ્રેરિત છીએ કે તેણીએ આ સ્ક્રિનિંગને હોસ્ટ કરીને લાસ્ટ ફિલ્મ શોને પોતાનો ટેકો આપ્યો. 
 
આ ફિલ્મ યુએસમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. ઓરેન્જ સ્ટુડિયો ફ્રાન્સમાં ફિલ્મ રિલીઝ કરી રહી છે, જ્યારે શોચીકુ સ્ટુડિયો અને મેડુસા તેને અનુક્રમે જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યાં છે.
 
પીસીજે દ્વારા આયોજિત લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રીનિંગ અને રિસેપ્શનમાં હોલીવુડના ઘણા શક્તિશાળી નામો પ્રિયંકા ચોપરા જોનાસ અને લાસ્ટ ફિલ્મ શોની ટીમ સાથે જોવા મળ્યા. લોરેન્સ બેન્ડર, જે ઇન્ગ્લોરિયસ બસ્ટર્ડ્સ, કિલ બિલ, પલ્પ ફિક્શન અને રિઝર્વોયર ડોગ્સનું નિર્માણ કરવા માટે જાણીતા છે, તેમણે પાન નલિન અને ધીર મોમાયાને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત એન્ડ્રુ સુગરમેન (કોન્વિક્શન, પ્રિમોનિશન…) જેનેટ ઝકર, (ફેર ગેમ, ધ ઘોસ્ટ…) મહેમાનોમાં હોલીવુડના ટોચના કાસ્ટિંગ ડિરેક્ટર વિક્ટોરિયા થોમસ પણ હતા, જેઓ ક્વેન્ટિન ટેરેન્ટીનો, માઈકલ માન, કેથરીન બિગેલો, થોમસની ફિલ્મોના કાસ્ટિંગ માટે જાણીતા હતા. ડિરેક્ટર પાન નલિનના કામના લાંબા સમયથી પ્રશંસક. હેરોલ્ડ અને કુમાર ફેમ કાલ પેન પણ હતા. ગોથમ ગ્રુપના લિન્ડસે વિલિયમ્સ પણ હાજર હતા.
last shaw

આ ઉપરાંત ઘણા ટોચના ટેકનિશિયન, ઉદ્યોગના લોકો, ઓસ્કાર વિજેતા સિનેમેટોગ્રાફર્સ, પ્રોડક્શન ડિઝાઇનર્સ, મ્યુઝિક કંપોઝર્સ અને VFX સુપરવાઇઝર હતા. પ્રિયંકા ચોપરા જોનાસે સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સના પીટર ગોલ્ડવિન સાથે પણ મુલાકાત કરી હતી અને યુએસમાં લાસ્ટ ફિલ્મ શોનું વિતરણ કરવા અને દક્ષિણ એશિયાની પ્રતિભાને ટેકો આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.
 
પ્રિયંકા ચોપરા જોનાસ: “મને લાગે છે કે આ અમારી ફિલ્મો માટે ખરેખર સારો સમય છે અને હું મારા દેશના, મારા ઉદ્યોગના લોકો માટે હંમેશા સાથે જ છું. પાન નલિન, તે આપણા દેશના સૌથી પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. તેણે એક મૂવી બનાવી જે મને ગમે છે, એંગ્રી ઈન્ડિયન ગોડેસીસ… મેં તે ફિલ્મ જોઈ ત્યારથી હું તેમની ચાહક છું. ધીર મોમાયા સાથે તેમણે બનાવેલ છેલ્લો ફિલ્મ શો જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું અને સિદ્ધાર્થ રોય કપૂર જે અહીં નથી, મેં તેમની સાથે ઘણી બધી ફિલ્મો કરી છે. તે આ ફિલ્મના નિર્માતા પણ છે.