રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (22:32 IST)

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

Trailer of Gujarati movie Taro Thayo
Trailer of Gujarati movie Taro Thayo

‘તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે, જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવેલ છે. એકસાથે, આ બધા પાત્રો જીવનની સફર મા એકબીજાને ફરીથી મદદ કરે છે અને સાબિત કરે છે કે સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું.
આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે,

નિર્માતા વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણ છે. ફિલ્મના દિગ્દર્શક એવોર્ડ વિજેતા એડિટર અને ડિરેક્ટર ધર્મેશ પટેલ છે. આ ફિલ્મમાં હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સની પંચોલી, વ્યોમા નંદી, નમન ગોર, રીવા રાચ્છ, વિસ્તાસ્પ ગોટલા, સોનુ ચંદ્રપાલ, જ્હાનવી પટેલ, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જિજ્ઞેશ મોદી અને ખાસ હાજરીમાં હિતુ કનોડિયા છે. તારો થયો ફિલ્મની વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે.

 
ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં 6 ગીતો છે. સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીરે આ ફિલ્મની મ્યુઝિકલ જર્નીમા સામેલ છે. ફિલ્મનું સંગીત પેનોરમા મ્યુઝિક પર છે. આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયો દ્વારા દેશભરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 17મી જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.