શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated : શુક્રવાર, 23 જુલાઈ 2021 (19:28 IST)

Guru purnima 2021- જાણો ગુરૂ પૂર્ણિમાથી સંકળાયેલી ખાસ વાતોં

આજે વ્રતની પૂર્ણિમા અને કાલે સ્નાન અને દાનની. આ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખાય છે. આ દિવસે ગુરૂની પૂજા કરવાની પરંપરા છે. જેના ગુરૂ નથી તે ગુરૂ બનાવી પણ શકે છે. આ દિવસે ગ્રંથોના અભ્યાસ કરવુ જોઈએ અને દાન પણ ખૂબજ ફળ આપે છે. ગુરૂને ભગવાનથી પણ મોટુ સ્થાન આપવામાં આવ્યુ છે. કહે છે કે ગુરૂ જ અમે જીવનમાં યોગ્ય રાહ જોવાવે છે. 
 
મહર્ષિ વેદવ્યાસનો જન્મ 
ગુરૂ પૂર્ણિમાના દિવસે આદિગુરૂ, મહાભારતના રચયિતા અને ચાર વેદોના વ્યાખ્યાતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયુ હતું. બધા પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસને ઓળખાય છે. તેણે 
વેદોને વિભાજીત કરાયુ છે જેના કારણે તેનો નામ વેદવ્યાસ પડ્યુ હતું. વેદવ્યાસજીને આદિગુરૂ પણ કહેવાય છે. 
 
કહે છે કે આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવી. ગુરૂ પૂર્ણિમાના દિવસે સવારે-સવારે ઉઠીને સ્નાન કર્યા પછી સાફ કપડા પહેરવું. તમારા ગુરૂ કે તેમના ચિત્રને સામે રાખી ઉપાસના કરવી. પૂર્ણિમા પર એક સમયે ભોજ્ન કરવુ જોઈએ અને ચંદ્રમા કે ભગવાન સત્યનારાયણનો વ્રત કરવુ જોઈએ. સાથે જ સમૃદ્ધિ અને પદ પ્રતિષ્ઠા પણ મળે છે.