ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Modified રવિવાર, 3 એપ્રિલ 2022 (15:41 IST)

21 દિવસ સુધી ગોળ-ચણાનો કરો આ ઉપાય, પ્રસન્ન થશે હનુમાનજી

એવુ કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેમના પર થાય છે તેમની દરેક મનોકામના પૂરી થાય છે. આજે અમે તમને હનુમાનજીનો એક આવો જ અચૂક અને અસરદાર ઉપાય બતાવી રહ્યા છીએ. જેને વિધિ વિધાન પૂર્ણ કરતા હનુમાનજી પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.
 
આ ઉપાય 21 દિવસનો છે. આ ઉપાયમાં ગોળ ચણા અને ચૂરમાંથી જ હનુમાનજી પ્રસન્ન થાય છે.
આ ઉપાય કરતા પહેલા કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ
 
1 આ ઉપાય કોઈપણ મહિનાના શુક્લ પક્ષના મંગળવારથી શરૂ કરી શકો છો. પણ આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે એ દિવસે ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિ ન હોવી જોઈએ.
 
2. મૃત્યુના સૂતક કે જન્મના સૂતક દરમિયાન પણ આ ઉપાય શરૂ ન કરવો જોઈએ. આ ઉપાય દરમિયાન એવો કોઈ સંયોગ આવી જાય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ ઉપાય પૂર્ણ કરાવવો જોઈએ.
 
3. પુરૂષો ઉપરાંત મહિલાઓ પણ આ ઉપાય કરી શકે છે.
પણ ફક્ત એ જ મહિલાઓ જેમનુ પ્રોઢાવસ્થા પછી પ્રાકૃતિક રૂપથી માસિક ધર્મ હંમેશા માટે બંધ થઈ ચુક્યુ હોય.
 
4. ઉપાય દરમિયાન દાઢી બનાવવી, નખ કાપવા વગેરે ન કરવા જોઈએ.
બ્રહ્મચર્યનુ પાલન કરતા સાત્વિક આહાર જ ગ્રહણ કરવુ જોઈએ. એક સમય ભોજન કરો તો અતિ ઉત્તમ રહેશે.
 
આ રીતે કરો ઉપાય
- ઉપાય શરૂ કરવા માટે જે મંગળવારની પસંદગી કરો તેના પહેલા દિવસે સોમવારે સવા પાવ સારો ગોળ, થોડા સેકેલા ચણા અને સવા પાવ ગાયના શુદ્ધ ઘી ની વ્યવસ્થા કરી લો.
ગોળના નાના-નાના 21 ટુકડા કરી લો. સ્વચ્છ રૂ લઈને તેની 22 ફૂલ બત્તી બનાવીને ઘી માં પલાળી દો.
આ બધી વસ્તુઓને જુદા-જુદા સ્વચ્છ વાસણમાં લઈને કોઈ સ્વચ્છ સ્થાન પર મુકી દો.
- સાથે જ માચિસ અને એક નાનકડુ વાસણ અને ગાયણી વગેરે જેમ રોજ આ વસ્તુઓ સહેલાઈથી લઈ શકાય પણ મુકી દો. આ ઉપાય કરવા માટે હવે હનુમાનજીના કોઈ એવા મંદિરની પસંદગી કરો જ્યા વધુ ગીર્દી ન થતી હોય અને જ્યા એકાંત હોય.
 
- જે મંગળવારથી ઉપાય શરૂ કરવાનો હોય એ દિવસે બ્રહ્મ મુહૂર્ત પહેલા ઉઠી જાવ અને સ્નાન વગેરે કરી સ્વચ્છ કપડા પહેરી લો. માથા પર રોલી કે ચંદનનું તિલક લગાવો. ત્યારબાદ એક સ્વચ્છ વાસણમાં એક ગોળનો ગાંગડો, 11 ચણા, એક ઘી ની વાટ અને માચિસ લઈને સ્વચ્છ કપડાથી તેને ઢાંકી દો. હવે ઉઘાડા પગે જ હનુમાનજીના મંદિર તરફ જાવ. ઘરેથી નીકળવાથી લઈને રસ્તામાં કે મંદિરમાં કોઈની જોડે વાત ન કરશો કે ન તો પાછળ વળીને જોશો.
 
- મંદિર પહોંચ્યા પછી હનુમાનજીની મૂર્તિ સામે મૌન ધારણ કરતા સૌ પહેલા ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ 11 ચણા અને 1 ગોળનો ગાંગડો હનુમાનજી સામે મુકીને સાષ્ટાંગ પ્રણામ કરી તમારી મનોકામનાની પૂર્તિ માટે મનમાં જ શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના કરો પછી શ્રી હનુમાનચાલીસાનો પાઠ પણ મૌન રહીને જ કરો.
 
- હવે મંદિરથી લઈને ઘરે જતા સુધી પાછળ વળીને કે આમ તેમ ન જોશો કે ન તો કોઈ સાથે વાત કરો. ઘરે પહોંચ્યા પછી આ સમગ્ર સામગ્રી યોગ્ય સ્થાન પર મુકીને 7 વાર રામ-રામ બોલીને જ તમારુ મૌન ભંગ કરો. રાત્રે સૂતા પહેલા 11 વાર શ્રી હનુમાનચાલીસાનો પાઠ કરો અને તમારી મનોકામના સિદ્ધિ માટે પ્રાર્થના કરો. આ પ્રક્રિયા સતત 21 દિવસ સુધી કરો.