શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (06:45 IST)

જરૂર કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો

હનુમાનજી માટે ખાસ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને ધન કાર્યમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે અને ગરીબી દૂર થઈ શકે છે. 

*હનુમાનજી શિવજીના જ અંશાવતાર છે આ કારણે હનુમાનજીની પૂજાથી શિવજી, મહાલક્ષ્મી અને બધા દેવી-દેવતા પણ પ્રસન્ન થાય છે. 
 
*ઘઉંના લોટનો દીપક બનાવો. એમાં તેલ નાખો અને રૂથી બનેલી દિવેટ મુકો. આ દીપક હનુમાનજી સામે પ્રગટાવો. 
 
*દરેક મંગળવારે હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ વસ્ત્ર, લાલ ફૂલ ચઢાવો. આ ઉપાયથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
*હનુમાનજી સામે એક નારિયેળને તમારા માથા પરથી સાત વાર ઉતારી લો. ત્યારબાદ એ  નારિયેળને વધેરી નાખો. ભગવાનને ફૂલ -પ્રસાદ અર્પિત કરો. 
 
*લાલ મસૂરની દાળનું  દાન કરો. આ ઉપાયથી મંગળ ગ્રહ દોષ શાંત થઈ શકે છે.  મસૂરની દાળને શિવલિંગ પર પણ અર્પિત કરી શકો છો.  
 
*શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફુલ ચઢાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન  થાય છે. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  
 
*પીપળના 11 પાંદડા લો અને તેના પર ચંદનથી શ્રીરામના નામ લખી. બધા પાંદડા પર રામનામ લખ્યા પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચઢાવો. 
 
*એવા તળાવ કે સરોવર પર જાવો જ્યાં માછલીઓ હોય. ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો.