બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જય હનુમાન
Written By
Last Modified: ગુરુવાર, 14 એપ્રિલ 2022 (14:28 IST)

હનુમાનજીની ચમત્કારિક કહાનીઓ- પોપટની હનુમાન ભક્તિ

ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં સમાયેલો રહેશો. જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ભોજન માટે ક્વિંટલો અનાજ વિખેરેલુ જોયુ છે ? શુ તમે કદી તે અનાજ ચણતા હજારો પોપટો જોયા છે ? જો તમારો જવાબ ના હોય તો 'ધર્મયાત્રા' ની આ કડીમાં ચાલો અમારી સાથે ઈન્દોરના પંચકુઈયા હનુમાન મંદિરમાં.
 
હંમેશા ભીડથી ભરેલુ રહેતા ઈન્દોર શહેરમાં એક એવુ મંદિર છે, જ્યાં હજારો નહી, પરંતુ લાખોની સંખ્યામાં પોપટો આવે છે. 'પંચકૂઈયા હનુમાન મંદિર'ના નામથી પ્રખ્યાત આ મંદિરના ચોકમાં ભગવાન મહાદેવનુ મંદિર પણ છે. જ્યા દરરોજ શ્રધ્ધાળુઓની લાઈન લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ફક્ત સ્ત્રી-પુરૂષ જ નહી પરંતુ ઈશ્વરભક્ત પોપટો પણ તમને ભક્તિથી તરભર થતા જોવા મળશે.
 
આ પોપટોની ઈશ્વરભક્તિ પણ જોવા લાયક છે. અનાજનો દાણો ચણતા પહેલા આ પોપટો હનુમાનજીની મૂર્તિ તરફ મોઢુ કરીને પ્રણામ કરે છે, પછી પશ્ચિમ દિશાની તરફ મોઢુ રાખીને પોતાનુ ભોજન કરે છે.
 
આ પોપટોની વધતી સંખ્યાને જોતા થોડા વર્ષો પહેલા પૂર્વ મંદિર પ્રશાસન અને ભક્તોની મદદથી અહીં 3,000 સ્કવેયર ફીટની એક મોટી અગાશી બનાવવામાં આવી છે, જ્યા આ પોપટો માટે અનાજ વિખેરવામાં આવે છે. દરરોજ અહી દાણા નાખનારા રમેશ અગ્રવાલના મુજબ દરરોજ સવારે 5.30 થી 6 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન આ પોપટો માટે અગાશી પર અનાજ નાખવામાં આવે છે. જેને તેઓ 1 થી સવા કલાકમાં ખાઈ લે છે. તેમની સંખ્યા મુજબ અનાજનુ પ્રમાણ વધારવામાં કે ઘટાડવામાં આવે છે.
 
આને એક અજોડ સંજોગ જ કહીશુ કે જે રીતે ઈશ્વરન ભંડારામાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભોજન ગ્રહણ કરે છે. તે જ રીતે પંચકુઈયાઁ હનુમાન મંદિરમાં પણ હજારોની સંખ્યામાં પોપટ ઈશ્વરને નમન કરતા કેટલીય પંગતોમાં પોતાનુ ભોજન ગ્રહણ કરે છે. તમને પોપટોની ઈશ્વરભક્તિવાળી આ વાર્તા કેવી લાગી તે અમને જરૂર જણાવશો.