હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી તથા ઇન્ડિયન નૅશનલ લોકદળ અને બહુજન સમાજ પાર્ટીના ગંઠબંધન વચ્ચે મુકાબલો થશે. ભાજપ રાજ્યના મુખ્ય મંત્રી નાયબ સૈનીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યો છે જ્યારે કૉંગ્રેસે હજુ સુધી મુખ્ય મંત્રી તરીકે કોઈ નામની જાહેરાત કરી નથી. વિધાનસભા ચૂંટણી માટે ઇન્ડિયન નૅશનલ લોકદળ અને બહુજન સમાજ પાર્ટીએ ગંઠબંધન કર્યું છે. ગઠબંધને જાહેર કર્યું છે કે જો તે જીતશે તો અભયસિંહ ચૌટાલા મુખ્ય મંત્રી બનશે. જાટ મતદાર, મહિલા કુસ્તી ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ તથા ખેડૂત આંદોલન જેવા મુદ્દા આગામી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભૂમિકા ભજવી શકે છે.