શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 6 ઑક્ટોબર 2018 (11:09 IST)

શનિવારના દિવસે શુભ મૂહૂર્તમાં ઘરમાં લાવો આ વસ્તુઓ અને જુઓ ચમત્કાર

લોખંડ ધાતુ શનિદેવની પ્રિય ધાતુ છે. શનિદેવનો આશીર્વાદ મેળવાવ માટે શનિવારે લોખંડનું  દાન અને પૂજન કરવું જોઈએ પણ આ દિવસે ઘરે લોખંડ લાવવું મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. ઘર પરિવારથી શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ  જે  ઘોડાના પગથી ઉતરી પડી ગઈ હોય તે શનિવારે સિદ્ધ યોનિ એટલે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્દશી  તિથિમાં ઘરે લઈ આવવી.  
ઘોડાની નાળથી જુઓ કેવી ચમત્કારિક શનિકૃપાથી થવા લાગશે 
 
1. ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટી ઘરના ભંડાર કક્ષમાં મુકી દો. ઘરના ભંડાર ભરેલા રહેશે. 
 
2. ઘોડાની નાળને કાળા વસ્રમાં . લપેટી તિજોરીમાં મુકી દો ક્યારેય  પણ ધનની અછત નહી આવે.  
 
3. ઘોડાની નાળની વીંટી પહેરવાથી શનિની કૃપા બની રહેશે. 
 
4. ઘોડાની નાળ  મુખ્યદ્વાર પર સીધી લટકાવવાથી દૈવીય શક્તિઓનો ઘરમાં પ્રવેશ થાય છે. 
 
5. ઘોડાની નાળ  ઉંઘી લટકાવવાથી ઘર પર તંત્ર મંત્રની શક્તિઓનો અસર નહી પડે. 
 
6. દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જેને આવતા જતા લોકો જોઈ શકે.  આવુ કરવાથી વ્યાપારમાં વધારો થાય છે. 
7. ઘોડાની નાળ  ધાતુ તત્વ હોવાથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાની તરફવાળા દરવાજા તરફ આનો પ્રયોગ ન કરવો. 
 
8. ઘરમાં સારુ  સ્વાસ્થ્ય શાંતિ અને ખુશહાલીના વાતાવરણ રહે એ માટે ઘરમાં ઘોડાની નાળ  સ્થાપિત કરવી.