શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

શું શીવ જ બુધ્ધ હતાં?

W.DW.D

હિન્દુઓના ચાતુર્માસ અને ભિક્ષુઓના શ્રાવણ મહિનામાં ધમ્મ-ધમ્મ અને બમ-બમ બોલની ગુંજ બધી જ જગ્યાએ સાંભળવા મળે છે. શ્રાવણ મહિનામાં આખુ બનારસ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે.

ગંગા પણ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે પરંતુ શાંત નહી આ સમયે ગંગા ખુબ જ ચંચળ થઈ જાય છે. શિવના માથા પર ગંગા છે અને તેમના માથા પર ચંદ્રમા પણ બિરાજે છે તેને ચંન્દ્રમૌલી કહે છે.

સોમવાર ચંદ્રવાર છે એટલા માટે ચંદ્રમાને ખુશ કરવા માટે લાખોની સંખ્યામાં કાવરિયા દેવધર અને બનારસ તરફ પોતાની કાવડમાં ઘંટીઓ બાંધીને હર બમ હર બમ કહેતાં શિવધામનો રસ્તો પકડી લે છે.

પર્વત, ગંગા, ચંન્દ્રમા આ ત્રણેયના ખુશ થવા પર જ વરસાદ બનારસની અંદર ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી લે છે. ડુમરાવ, સહસરામ અને આરા એટલે કે ભિક્ષુઓના વિશ્રામ માટે સારનાથથી લઈને નાલંદા રાજગીર સુંધી હજારો એવા બગીચાઓ બનાવવામાં આવ્યાં હતાં જેની અંદર બૌધ્ધ ભિક્ષુ ચર્ચા કરતાં રોકાતા હતાં, બનાવતાં હતાં, ખાતા હતાં અને ખુલ્લાની અંદર સુઈ જતાં હતાં.

સારનાથની અંદર બગીચામાં ભોજન બનાવીને ખાવાની માન્યતા બૌધ્ધ ભિક્ષુકોની ખુબ જ જુની આદત સાથે જોડાયેલી છે.

શિવ અને બૌધ્ધ પરમ્પરાની અંદર શું સમાનતા છે? આની પર પ્રોફેસર સી.એસ.ઉપાસક સાથે વિસ્તૃત ચર્ચા થઈ. પ્રોફેસર ઉપાસક નવનાલંદા મહાવિહારના નિર્દેશક રહી ચુકેલ હતાં.

પ્રો.ઉપાસકનનું માનવું હતું કે શંકર જ બુદ્ધ હતાં. તેઓએ આના વિશે થોડાક તર્ક પણ રજુ કર્યા છે-

પાલિ ગ્રંથની અંદર 27 બુધ્ધોનું વર્ણન કરતાં તેઓએ જણાવ્યું હતું કે આની અંદર બુધ્ધના ત્રણ નામ હતાં તણંકર, શણંકર અને મેઘંકર. અન્ય 24 બુદ્ધોના સંબંધમાં અનેક વિસ્તૃત ચર્ચાનો ઉલ્લેખ મળે છે.

24 મ બુધ્ધ સિધ્ધાર્થ ગૌતમનું વર્ણન વધું મળે છે. મનુષ્યની અંદર દસ ગુણો છે જે બીજાની અંદર જોવા મળતાં નથી જેવા કે- દાન, શીલ, વીર્ય, નૈષ્ક્રમ્ય, અધિષ્ઠાન, ધ્યાન, સત્ય, મૈત્રી, સમતા ભાવ અને પ્રજ્ઞા.

જે આ ગુણોની પરાકાષ્ઠાને પાર કરી લે છે તેવી વ્યક્તિને શાસ્ત્રીય શૈલીમાં બુધ્ધ કહેવામાં આવે છે. દરેક માણસની અંદર બુધ્ધનું બીજ છે. જેને આ દસેય પારમિતાઓને મેળવી લીધી છે તે બુધ્ધત્વને પ્રાપ્ત કરી શકે છે.

પ્રો.ઉપાસકના અનુસાર શણંકર એટલે કે શંકર પણ બૌધ્ધ પરંપરાની અંદર એક બુધ્ધ હતાં જેમણે આ દસેય પારમિતાઓને મેળવી લીધી હતી.

શંકરના અન્ય નામો પણ તેમના બુધ્ધ હોવાના સંકેત આપે છે. શંકરને મૃત્યુંજય મહાદેવ કહેવામાં આવે છે એટલે કે મૃત્યુંને જીતીને પરમજ્ઞાન મેળવ્યું હોય એટલા માટે તેમને હર-હર મહાદેવ કહેવામાં આવે છે.

બૌધ્ધ શાસ્ત્રની એવી પરંપરા છે કે માર વિજય થવા પર જ સંબોધિ પ્રાપ્ત થાય છે. સિધ્ધાર્થ ગૌતમે બોધગયાની અંદર પીપેળાના વૃક્ષની નીચે વૈશાખ પૂર્ણિમાના દિવસે માર વિજય મેળવી હતી અને બુધ્ધ કહેવાયા હતાં.

આવી જ રીતે શંકરને માર્કંડેય પણ કહેવામાં આવે છે એટલે કે જેના જીવનની અંદર મારકાંડ જોડાયેલા છે. શંકરને સ્વયંભુનાથ પન કહેવામાં આવે છે.

જ્યારે પણ શંકરની વાત કરવામાં આવે છે ત્યારે લોકો પરંપરાથી બમ બમ બોલનું ઉચ્ચારણ કરે છે. બમ બમ બોલનું તાત્પર્ય ધમ ધમ બોલ છે.

શંકરને પરમ ધ્યાની કહેવામાં આવ્યાં છે. હિમાલયમાં તેમણે તપસ્યા કરી હતી અને તેમની શક્તિને પાર્વતી કહેવામાં આવ્યાં છે. શંકરને ત્રિનેત્રધારી પણ કહેવામાં આવ્યાં છે, ત્રીજું નેત્ર તેમનું બોધી નેત્ર છે જેના દ્વારા તેમણે સંસારની અસ્થાયીતાનો સાક્ષાત અનુભવ કર્યો છે.

એવું પણ કહેવમાં આવે છે કે તેઓએ પોતાના ત્રીજા નેત્ર દ્વારા કામદેવને ભસ્મીભુત કરી દિધા હતાં. શ6કરને ત્રિશુળધારી પણ કહેવામાં આવે છે. આ ત્રિરત્ન એટલે કે બુધ્ધ ધર્મ-સંઘનું પ્રતિક છે જેનાથી શંકર હંમેશા આપણી સાથે રહે છે.

એવી માન્યતા છે કે શંકરની સવારી બળદ છે. એટલે આ વાત એ તરફ ઇશારો કરે છે કે શંકર જેવા વ્યક્તિત્વની અંદર જો પાશવિક વૃત્તિઓ હતી તેની પર તેઓએ પૂર્ણરૂપથી અધિકાર મેળવી લીધો હતો. બળદ પર સવારી કરાવાનો અર્થ એ જ છે કે તેઓ પૂર્ણરૂપે મનુષ્ય હતાં જેમને દસેય પરિમતાઓને પ્રાપ્ત કરી લીધી હતી.

ધાર્મિક માન્યતાઓને અનુસાર શંકરે સંસારના વિષનું પાન કર્યું હતું. પરંતુ તે કંઠ સુધી જ ર્હી ગયું હતું. તેઓ અર્થ એ છે કે જેટલી પણ સાંસારીક દુષ્પ્રવૃત્તિઓ છે તેંબે શંકરે ગ્રહણ નહોતી કરી. તેઓ પરમ શુધ્ધ હતાં. અધા માટે કલ્યાણકારી હતાં.

શંકરના ગળા પર સાપ રહે વળેગેલો રહે છે પરંતુ તે તેમનું ખોટુ નથી કરતો. અહીંયા સાપ પણ સંસારની દુષ્પ્રવૃત્તિઓનું પર્તિક છે જેનાથી શંકર વિચલિત નથી થતાં. એવું પણ કહેવામાં આવે છે કે શંકર નરમુંડની માળા પહેરે છે હકીકતમાં આ બુધ્ધના અનિત્યવાદનું પ્રતિક છે.

કાશીને શિવધામ કહેવામાં આવે છે. હકીકતમાં જે રીતે સિધ્ધાર્થ બુધ્ધે કાશી આકાર સારનાથથી પોતાના ધર્મનું પરિવર્તન કર્યું હતું એ જ રીતે શંકરનું પણ ધર્મ ચક્ર પ્રવર્તન કાશીથી જ પ્રારંભ થયું હોય એટલા માટે કાશીને શંકરની નગરી કહેવામાં આવે છે.

પ્રો.ઉપાસકનું માનવું હતું કે શંકર અને બુધ્ધ પર નવી રીતે અધ્યયન કરવાની જરૂરત છે.