ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By નઇ દુનિયા|

હું એક સમાજવાદી છુ - શ્રી સ્વામી વિવેકાનંદ

શ્રી સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ પર એક વિશેષ-ઉઠો, જાગો અને ધ્યેય મેળવો

NDN.D

સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની,કર્મયોગી અને માનવપ્રેમી હતા. એમના હૃદયમાં દેશ માટે અને દુનિયાના બધા જ લોકો માટે પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદમાં એક મજબૂત પાસુ હતુ એમનુ આત્મબળ. જેની પાછળ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ અને તેમની પોતાની ઉડી સાધના હતી.

જ્યારે 1943 બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર અમર્ત્ય સેન આર્થિક ચિંતનના સ્મૃતિ પટલ પર સ્વામી વિવેકાનંદના આ ઉદ્ગારો છવાય ગયા - 'સૌથે મોટી પૂજા વિરાટ પૂજા છે. એ સૌની પૂજા જે અમારી ચારેબાજુ આવેલા છે. જેમની અમારે સૌ પ્રથમ પૂજા કરવાની છે., તેઓ આપણા દેશના જ લોકો છે. નવુ ભારત ખેડૂતને રાહત, મજૂરોની ભટ્ટી, ઝૂંપડીઓ, જંગલો, ખેડૂતો અને મજૂરોંથી શરૂ થશે. દેશના લોકોની શુધ્ધ ક્રાંતિનો સ્વીકાર કરવા અને તેમને માટે તૈયાર રહેવાની ગૂંજ ઉઠાવતા તેમણે આને ઐતિહાસિક જરૂરિયાત બતાવી. ગરીબ અને દુ:ખી લોકોની સેવા કરવી એજ ભગવાનની સેવા છે. અને આનાથી જ મુક્તિ મળે છે ભૂખ્યા રહેવાથી ધર્મ સાથે મેળ નથી થતો.

જે વિધવાના આંસુ ન લૂછી શકે, જે અનાથ બાળકના હાથમાં રોટલીનો કટકો ન મુકી શકે એવા ઈશ્વરના ધર્મને વિવેકાનંદ નહોતા માનતા. તેઓ પૂંજીવાદી ઉત્પાદન પ્રક્રિયાના દોષો અને શોષણથી સારી રીતે પરિચિત હતા. તેથી તેઁમણે મૂડી પ્રધાન મોટા મોટા ઉદ્યોગોને બદલે ખેતી પ્રધાન નાના ઉદ્યોગોને વધારવાની સલાહ આપી.
NDN.D

સ્વામી વિવેકાનંદના આ ભાવ કે ગરીબ અને દુ:ખીઓની મદદ જ ભગવાનની પૂજા છે એ એક અર્થશાસ્ત્રીની અંતર આત્મા છે. ચિકિત્સા શાસ્ત્રમાં દરેક વિદ્યાર્થીને એ શપથ લેવા પડે છે કે તેનુ કામ ફક્ત એક વ્યવસાય જ નથી સેવા પણ છે. એવી જ રીતે અર્થશાસ્ત્ર પણ એક સેવા છે. તેને એક નિર્જીવ શાસ્ત્ર સમજી લેવુ એ યોગ્ય નથી. તેમણે દુનિયાના અર્થશાસ્ત્રીઓને એ કહીને ઝંઝોળી નાખ્યા કે દુકાળ, ભૂખમરો, કુપોષણનુ કારણ પ્રાકૃતિક નથી પણ આ બધી આધુનિક અર્થશાસ્ત્રની ચાલ છે અને તેને માટે ખેતી અને ઉત્પાદનને દોષ આપવો એ ખોટી વાત છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યુ હતુ કે ઘણીવાર દુકાળગ્રસ્ત દેશ પણ એ જ વસ્તુઓની નિકાસ કરે છે જેની કમીને જ દુકાળનુ કારણ બતાવવામાં આવે છે.

આજે પરિસ્થિતિ એ છે કે બહુરાષ્ટ્રીય ધંધાને પ્રતાપે શ્રીમંત બનેલા ત્રણસોથી ચારસો લોકો પાસે એટલો પૈસો છે કે જો તે ઈચ્છે તો
ગરીબ, અને ભૂખ્ય લોકોને નવી જીંદગી આપી શકે છે પણ જેટલા પ્રમાણમાં શ્રીમંતાઈ વધી રહી છે તેટલા જ પ્રમાણમાં હૃદયહીનતા અને સંવેદનહીનતા પણ વધી છે. હવે આ તો અર્થવિદો અને નીતિ નિર્ધારકો પર આધાર રાખે છે કે તેઓ સ્વામી વિવેકાનંદના ઈશ્વરની શોધ અભિયાનમાં કેવી ભૂમિકા ભજવે છે. જ્યારે દરિદ્રનારાયણની સેવા અને કલ્યાણના ભાવ અમારી નીતિ-રીતિનો મુખ્ય તત્વ હશે ત્યારે જ ખરી રીતે તેમની સાધના ફળશે અને તેમનું હાસ્ય અને સંતોષ જ અમારો પ્રસાદ હશે.