મંગળવાર, 5 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (12:22 IST)

Holi 2023: હોળી પર 30 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખુશીઓથી રંગાય જશે આ 4 રાશિઓની કિસ્મત, ખૂબ વરસશે ધન

holi
Shani Surya Budh Yuti: હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે હોળી ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને 8 માર્ચના રોજ રંગોનો તહેવાર હોળી ઉજવાશે. જ્યોતિષનુ માનીએ તો આ વર્ષે હોળીનો તહેવાર ખૂબ જ ખાસ રહેશે.  જ્યોતિષ મુજબ 30 વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભ અને દેવ ગુરૂ બૃહસ્પતિ સ્વરાશી મીન વિરાજમાન રહેવાના છે. 
 
શનિ-સૂર્ય અને બુધ બનાવશે ત્રિગ્રહી 
 
આ સમય કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને બુધની યુતિ બની રહી છે. આ 3 ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આવો સંયોગ 30 વર્ષ પછી બન્યો છે. આવામાં આવો જાણીએ કે દુર્લભ સંયોગ કઈ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. 
 
1. વૃષભ રાશિ - ગણેશજી કહે છે કે આ સંયોગ તમારે માટે અત્યંત લાભકારી માનવામાં આવ્યો છે. તમારે તમારા કરિયરમાં નામ અને પૈસા બંને મળવાના છે. જો તમે કોઈ નવુ વાહન ખરીદવા જઈ રહ્યા છો કે જમીન-જાયદાદ કે જમીનમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો આ સમય તમારે માટે સારુ છે.  આ ઉપરાંત જો તમે રાજનીતિ કે સામાજીક કાર્યો સાથે જોડાયા છો તો આ સમય તમારે માટે ખૂબ સકારાત્મક ફેરફાર લઈને આવશે. 
 
2. મિથુન રાશિ - ગણેશજી કહે છે કે મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધ અને સૂર્ય મિત્ર ગ્રહ છે. તેથી આ ગોચર મિથુન રાશિના જાતકોને લાભ આપશે. આ ગોચરથી મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો થવાની શક્યતા છે. યાદ રાખો કે જો તમે નોકરિયાત છો તો નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. જો તમે કોઈ વેપાર સાથે જોડાયા છો તો તમને કોઈ નવી ડીલ મળવાની શક્યતા છે. જો કે ભાગ્યના મામલે સૂર્યદેવ વધુ કશુ બદલી શકશે નહી. પણ તમારુ શરીર ઉર્જાથી ભરપૂર રહેશે અને તમે ઉત્સાહથી ભરેલા રહેશો 
 
3. વૃશ્ચિક રાશિ - સૂર્ય અને બુધની યુતિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ફળદાયી રહેશે. શનિ, સૂર્ય અને બુધની યુતિ તમારા વાહન અને ભવનનુ સુખ આપી શકે છે.  આ દરમિયાન તમે કોઈ નવુ વાહન ખરીદી શકે છે. બિઝનેસ કરનારાઓને પણ ધન લાભ થઈ શકે છે. આર્થિક તંગીથી છુટકારો મળશે. કેરિયર-વેપારમાં લાભ થશે. 
 
4. કુંભ રાશિ - ગણેશજી કહે છે કે સૂર્ય અને બુધની યુતિ કુંભ રાશિના જાતકો માટે લાભકરી સિદ્ધ થશે. આ યોગ તમને આર્થિક મોર્ચે લાભકારી સાબિત થશે.  આવકમાં વૃદ્ધિ થઈ શકે છે.  આ સમય આવક તમારે માટે લાભકારી રહેવાની છે. રોકાણમાં લાભ મળશે.  નોકરી બદલવાનો વિચાર કરી રહેલા જાતકો માટે સમય શુભ છે.  આ દરમિયાન કુંભ રાશિના જાતક જે પણ કામ શરૂ કરશે તેમા સફળતા જરૂર મળશે. કાર્યક્ષેત્રમાં અધિકારી તમારો સહયોગ કરશે. વેપારમાં અચાનક લાભ થશે.