રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (19:56 IST)

Holi 2019 -હોલિકા દહન પૂજા-વિધિ, પૂજન સામગ્રી અને મહત્વ

Holi 2019- હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે. 

હોલીકાની પૂજન વિધિ-વિધાનથી કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. 

પૂજન સામગ્રીઃ-
રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટા વગેરે.
 
આ રીતે કરો હોળીની પૂજા જાણો સંપૂર્ણ વિધિ 
આ વર્ષે હોળી (20 માર્ચ ) હોળીનું પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી કે રંગવાળી હોળીનું પર્વ હોય છે. 
 
ધર્મ શાસ્ત્ર મુજબ હોળી પૂજા વિધિ-વિધાનથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની પણ કમી નથી રહેતી. 
એક થાળીમાં પૂજાની બધી સામગ્રી લેવી અને સાથે એક પાણીનો લોટો પણ લેવું. ત્યારબાદ હોળી પૂજા સ્થળે પહોંચીને પૂજાની બધી સામગ્રી પર પાણી છાંટવું. 
પૂજા કરવા માટે પૂર્વ કે ઉત્તરની મોઢું કરીને બેસવું જોઈએ. પૂજન કરવા માટે રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં વગેરે અને સાથે એક જળનો લોટો રાખવું જોઈએ આ બધા સામગ્રીથી પૂજા કરી. ત્યારબાદ હોલિકાના ચારે તરફ સાત કે પાંચ વાર પરિક્રમા કરવી જોઈએ. 
 
 
 
સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરાય છે. 
આ છે હોળી પૂજાના શુભ મૂહુર્તઃ-2019 
હોળિકા દહનનો મૂહૂર્ત 2019  20:58:38 વાગ્યાથી 24:23:45-  વાગ્યે (સમય -  23 કલાક અને 25 મિનિટ)
(હોળી દહન અને પૂજાનું મૂહુર્ત)
આવું માનવું છે કે હોલિકા દહન પછી બળેલી રાખને આવતી સવારે ઘર લાવું શુભ રહે છે.