શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2016 (12:33 IST)

તંત્ર શાસ્ત્ર - કોઈને વશ કરવા માટે હોળીના રંગોમાં ભેળવવામાં આવે છે આ ખાસ વસ્તુ

ભારતીય તહેવારોમાં હોળી ચાર મુખ્ય તહેવારોમાંથી સૌથી પ્રમુખ તહેવાર છે. હોળીનો જેટલો પ્રભાવ ભારતીય સમાજ પર છે તેના કરતા અનેક ગણુ વધુ હોળીનુ મહત્વ તંત્ર શાસ્ત્રમાં બતાવ્યુ છે. તેના મુજબ હોળીના દિવસે કંઈક ખાસ ઉપાય કરવાથી મનપસંદ વ્યક્તિને પોતાના વશમાં કરી શકાય છે. 
 
હોળીના દિવસે સૌથી વધુ પ્રમાણમાં કાળી હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. જેને અભિમંત્રિત કરીને અને રંગોમાં ભેળવીને તમારા પર ઉપયોગ કરી શકાય છે. આ અભિચાર કર્મ કેવી રીતે થાય છે આવો જાણીએ તેના વિશે... 
 
આ અભિચાર કર્મ કરવા માટે સમ્મોહન ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કર્મ માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવે છે. શુભ મુહૂર્ત જોઈને બજારમાંથી કાળી હળદરને ઘરે લાવવામાં આવે છે. આ હળદરને કોરા કપડા પર મુકીને સ્થાપિત કરવામાં આવે છે અને વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે. હોળિકા દહનવાળા દિવસે હોળીના કંડા ઘરે લાવીને વિધિપૂર્વક ઘરે હોળી પ્રગટાવવામાં આવે છે સાથે જ કાળી હળદરની પણ પૂજા કરવામાં આવે છે.  
ત્યારબાદ 
 
ૐ શં સમ્મોહનાય ફટ સ્વાહા 
 
 આ મંત્રથી કાળી હળદરને અભિમંત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ ઘુળેટીવાળા દિવસે એ રંગોમાં મિક્સ કરીને જેને વશમાં કરવાના હોય તેના પર રંગ લગાવવામાં આવે છે. થોડા જ દિવસોમાં વ્યક્તિ પોતાના વશમાં થવા માંડે છે અને ઈચ્છવા છતા પણ છુટકારો મેળવી શકતો નથી.