શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (13:02 IST)

હોળાષ્ટક શું છે, 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2018 સુધી નહી હોય 16 શુભ સંસ્કાર

ધાર્મિક પુરાણોની માનીએ તો ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના 8 દિવસોને હોળાષ્ટક કહેવાય છે. આ હોળાષ્ટક દોષ 8 દિવસો સુધી રહે છે. આ સમયે 23 ફેબ્રુઆરીથી હોળાષ્ટક લાગી જશે, જે 1 માર્ચ સુધી રહેશે. અને આ સમયે કોઈ પણ  રીતના શુભ અને માંગલિક કાર્ય વર્જિત હોય છે. 
 
આ સમયે હોળી 1 માર્ચ, ગુરૂવારે છે. 
 
શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય(હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
 
દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
 
આ રીતે  હોળાષ્ટકને જ્યોતિષની દ્ર્ષ્ટિએ એક હોળાષ્ટક દોષ ગણાય છે જેમાં લગ્ન, ગર્ભાધાન, ગૃહ-પ્રવેશ નિર્માણ વગેરે શુભ કાર્ય વર્જિત છે. 
 
દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
 
હોળાષ્ટકનુ પૌરાણિક કારણ એ છે કે પ્રહલાદને ભસ્મ કરવા માટે ફાગણ શુક્લ આઠમથી તૈયારી શરૂ કરવામાં આવી હતી. તેના પિતા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદ્ને જીવતા સળગાવવાનું ષડયંત્ર રચ્યુ હતુ. પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો અને હિરણ્યકશ્યપને વિષ્ણુને બદલે પોતાને ભગવાન માનવા માટે જોર આપી રહ્યો હતો. પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને જીવતો સળગાવવા માટે હોલિકાને કહ્યુ. હોલિકાને વરદાન હતુ કે અગ્નિ તેને સળગાવી શકે નહી. આ સાથે જ લોકો વચ્ચે ભય અને આક્રોશ છવાય ગયો હતો તેથી બધા શુભ કાર્યો પર રોક લાગવો એ દેખીતુ હતુ.