રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 15 મે 2017 (17:41 IST)

Home Remedies - અજમાના સ્વાસ્થ્ય લાભ

ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીયોથી થતો આવ્યો છે. આર્યુવેદ મુજબ અજમો પાચનક્રિયા સરળ બનાવે છે. આ કફ, પેટ અને છાતીના દુખાવા તેમજ કૃમિ રોગમાં લાભકારી છે. સાથે જ હિચકી, ઓડકાર, પેટ ખરાબ થવુ, પેશાબ રોકાવવી અને પથરી જેવી બીમારીમાં પણ લાભકારી હોય છે. 
 
આયુર્વેદ મુજબ અજમો પાચક, રૂચિકારક, તીક્ષ્ણ, ગરમ, ચટપટો, કડવો, અને પિત્તવર્ધક હોય છે.  પાચક ઔષધિયોમાંતેનુ ખૂબ મહત્વપુર્ણ સ્થાન છે. એકમાત્ર અજમો જ અનેક પ્રકારના અનાજને પચાવનારુ છે. આવો આજે જાણીએ અજમાના સ્વાસ્થ્ય લાભ વિશે.. 
 
શરદી-સળેખમ  - બંધ નાક કે શરદી થતા અજમાને દરદરુ વાટીને એક પાતળા સૂતી કપડામાં બાંધીને સૂંધો. શરદીમાં ઠંડી લાગતા થોડોક અજમો લઈને તેને સારી રીતે ચાવો અને ચાવ્યા પછી પાણી સાથે ગળી લો. ઠંડીથી રાહત મળશે. 
 
પેટ ખરાબ થાય તો - પેટ ખરાબ થાય તો અજમાને ચાવીને ખાવ અને એક કપ ગરમ પાણી પીવો. પેટમાં કીડા પડ્યા હોય તો સંચળ સાથે અજમાને ખાવ. લીવરની મુશ્કેલી છે તો 3 ગ્રામ અજમો અને અડધો ગ્રામ મીઠુ ભોજન પછી લેવાથી ખૂબ લાભ થશે. પાચન તંત્રમાં કોઈ પ્રકારની ગડબડ થતા છાશ સાથે અજમો લો. આરામ મળશે. 
 
વજન ઓછુ કરો - અજમો જાડાપણાને ઓછુ કરવામાં પણ ઉપયોગી હોય છે. રાત્રે એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ગાળીને એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. આનુ નિયમિત સેવન કરવાથી જાડાપણું ઓછુ થાય છે. 
 
મસૂઢા સૂજી જવા - મસૂઢામાં સોજો થતા અજમાના તેલના કેટલાક ટીપા કુણા પાણીમાં નાખીને કોગળા કરવાથી સોજો ઓછો થાય છે. સરસવના તેલમાં અજમો નાખીને ગરમ કરો. તેનાથી સાંધાની માલિશ કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.  
 
મોઢાંની દુર્ગંધ - મોઢામાંથી દુર્ગંધ આવતા થોડાક અજમાને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં બે ત્રણ વાર કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ સમાપ્ત થાય છે. 
 
ખાંસી આવતાઅજમાના રસમાં બે ચપટી સંચળ મિક્સ કરીને તેનુ સેવન કરો અને ત્યારબાદ ગરમ પણી પી લો. તેનાથી તમારી ખાંસી સારી થઈ જશે. તમે કફથી પરેશાન છો તો જંગલી અજમાના રસને સોડા અને મધ સાથે મિક્સ કરીને દિવસમાં 2-3 વાર એક એક ચમચી સેવન કરો રાહત મળશે.