બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (17:32 IST)

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ મોટાભાગનુ સેવન શિયાળામાં કરવામાં આવે છે.  આ ઋતુમાં આદુ ખાવથી શરદી-તાવ, બલગમ જેવી પરેશાનીઓથી બચી શકાય છે.  આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે.  જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.  આદુ ખાવાથી અનેક ફાયદા થાય છે. આજે અમે તમને આવા જ ફાયદા વિશે બતાવીશુ.  
 
1. ઉલટી ઉબકા - ઉલટી કે ઉબકા આવવાની સમસ્યાને રોકવા માટે આદુ ઔષધિનુ કામ કરે છે. 1 ચમચી આદુના જ્યુસમાં 1 ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. તેને દર બે કલાક પછી પીવો. જલ્દી રાહત મળશે. 
 
2. ગઠિયાના દુખાવામાં રાહત - આદુમાં એંટી ઈંફ્લોમેટ્રી પ્રોપર્ટીઝ હોય છે જે સાંધાના દુખાવાને ખતમ કરવામાં સહાયક છે. આદુને ખાવાથી કે તેનો લેપ લગાવવાથી પણ દુખાવો ખતમ થાય છે. તેનો લેપ બનાવવા માટે આદુને સારી રીતે વાટી લો. તેમા હળદર મિક્સ કરો. આ પેસ્ટને દિવસમાં બે વાર લગાવો. થોડાક જ દિવસમાં ફરક દેખાશે. 
3. માસિક ધર્મમાં લાભકારી 
 
કેટલીક મહિલાઓને માસિક ધર્મ દરમિયાન ખૂબ દુખાવો થાય છે. આવામાં આદુની ચા ખૂબ લાભ પહોંચાડે છે. તેથી દિવસમાં બે વાર આદુની ચા પીવો. તેનાથી દુખાવો ઓછો થશે. 
 
4. શરદી-તાવ અને ફ્લૂ 
 
શિયાળામાં શરદી તાવ અને ફ્લૂ જેવી નાની-મોટી સમસ્યા થવી સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે નિયમિત રૂપે આદુનુ સેવન કરો. આ શરીરને ગરમ રાખે છે. જેનાથી પરસેવો આવે છે અને શરીર ગરમ બન્યુ રહે છે. 
5. માઈગ્રેનની સારવાર 
 
જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે તેમને માટે આદુ રામબાણ છે. જ્યારે પણ માઈગ્રેનનો અટેક આવે ત્યારે આદુની ચા બનાવીને પીવો. તેને પીવાથી માઈગ્રેનમાં થનારો દુખાવો અને ઉલ્ટીથી ખૂબ રાહત મળશે. 
 
6. દિલ રાખે છે સ્વસ્થ 
 
આદુ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરીને બ્લડ પ્રેશરને ઠીક રાખવામાં લોહીને જામવાથી રોકવાનુ કામ કરે છે.  તેનાથી દિલ સંબંધિત બીમારીઓ પણ થતી નથી.  તેથી તમારા ડાયેટમાં આદુનો સમાવેશ કરો. 
 
7. પાચન તંત્ર મજબૂત 
 
આદુ પેટ ફૂલવુ, કબજિયાત ગેસ એસિડીટી જેવી સમસ્યાઓને ઠીક રાખવામાં પણ સહાયક છે. જે લોકોને પેટ સાથે સંબંધિત સમસ્યાઓ રહે છે તેઓ રોજ સવારે ખાલી પેટ આદુનુ સેવન કરે. 
 
8. મોર્નિંગ સિકનેસ 
 
મોર્નિંગ સિકનેસની સમસ્યા મોટાભાગે ગર્ભવતી મહિલાઓને થાય છે. રોજ સવારે આદુનો એક ટુકડો ચાવીને ખાવ. થોડા દિવસ સુહ્દી આદુ ખાવાથી મોર્નિંગ સિકનેસની સમસ્યા દૂર થઈ જશે. 
 
9. ઉર્જા કરે પ્રદાન 
 શિયાળામાં આદુ ખાવાથી શરીર ગરમ રહે છ્ સાથે જ એનર્જી પણ મળે છે. રોજ સવારે આદુવાળી ચા પીવાથી શરીરમાં ચુસ્તી-સ્ફ્રૂર્તિ બની રહેશે.