રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 28 એપ્રિલ 2018 (10:24 IST)

Home Remedies - ઑષધીય ગુણોથી ભરપૂર વરિયાળી

વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટૅઅમિન બી સમુહના વિટામિન રહેલા હોય છે. આ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. આંખોની રોશની પણ સારી રાખે છે.  ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત હોય છે. વરિયાળી વિટામિન 'સી' થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે.  વરિયાળી વિટામિન 'સી' થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. તેમા વર્તમાન પોટાશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકે છે. વરિયાળીના ઔષધીય ગુણો પર કોઈને પણ કોઈ શંકા નથી.     
 
માઈગ્રેનની સમસ્યા :   વરિયાળીને પાણીમાં ઉકાળીને, પછી મેશ કરીને આ લેપને માથા પર લગાવવથી માઈગ્રેનની સમસ્યાથી આરામ મળે છે. 
 
મોઢાની દુર્ગધ : વરિયાળીનુ સેવન કરવાથી મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે. વરિયાળી ચાવવાથી મોઢામાંથી સારી સુગંધ આવવા માંડે છે. 
 
 આંખો માટે ફાયદાકારી :  આંખો નીચેની ત્વચા જો ફૂલી જાય તો વરિયાળી પાવડરને પાણીમાં મિક્સ કરીને લગાવો. વરિયાળીનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. વરિયાળીનુ સેવન કરવાથી સ્મરણ શક્તિ વધે છે. 
 
 પેટ માટે ફાયદાકારી :  વરિયાળીનુ સેવન કરવાથી કબજિયાત દૂર હોય છે. જો પેટમાં મરોડ થવાથી પરેશાન છો તો વરિયાળી કાચી-પાકી કરીને ચાવો. આરામ મળશે. 2 વરિયાળીનુ સેવન કરવાથી પેટમાં ગેસ અને ભારેપણું અનુભવાતુ નથી. તેનાથી કબજિયાત પણ છુટકારો મળે છે. કાચી અને સેકેલી વરિયાળી ખાવાથી ઝાડામાં તરત આરામ મળે છે. વરિયાળી વજન ઓછુ કરવામાં અને ભોજન પચાવવામાં સહાયક છે. વરિયાળી જાડાપણાથી બચાવી શકે છે. 
 
કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદરૂપ: વરિયાળી કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં પણ સહાયક છે. વરિયાળીના 100 ગ્રામ દાણામાંથી 39.8 ગ્રામ રેશા પ્રાપ્ત થાય છે. આ એલ.ડી.એલ કોલેસ્ટ્રોલ મતલબ નુકશાનકારક કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
કેંસર :  વરિયાળીમાં ભરપૂર એંટીઓક્સીડેંટ્સ અને ખાદ્ય રેશા મળે છે. તેમા વર્તમાન એંટીઓક્સીડૈટ્સ નુકશાનદેહ ફ્રી રૈડિકલ્સ દૂર કરે છે. આ કૈસર અને તંત્રિકા તંત્રની અપકર્ષક બીમારીઓને રોકવામાં સહાયક છે. તેમા રહેલા ફ્લેવોનાઈડ અને એંટીઓક્સીડૈંટથી કોલોન કેંસરનુ સંકટ ઓછુ થાય છે.  
 
 ગર્ભવતી મહિલાઓ માટે  :  જે મહિલાઓ ગર્ભાવસ્થામાં નારિયળ અને વરિયાળીનુ સેવન કરે છે તેમની સંતાન ગૌર વર્ણ બને છે. 
 
ગળાની ખરાશ  : વરિયાળીનુ સેવન કરવાથી ગળામાં થઈ રહેલી ખરાશમાં પણ રાહત મળે છે. ગળુ ખરાબ થતા વરિયાળીને પાણીમાં ઉકાળી કોગળા કરો. વરિયાળીને સારી રીતે ચાવીને ખાવાથી ખાંસી આવતી બંધ થઈ જાય છે. 
 
અનિદ્રાનો રોગ  : વરિયાળી અનિદ્રા રોગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વરિયાળીવાળી ચા પીવાથી ઉંઘ સારી આવે છે.
 
 પેશાબામાં બળતરા થતા :  પેશાબ બળતરા સાથે આવે છે તો વરિયાળીનુ ચૂરણ ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ફાયદો થશે. 
 
ઉલટી રોકવામાં લાભદાયક  : જો કોઈને તાવમાં વારેઘડીએ ઉલટી થઈ રહી હોય તો વરિયાળીને વાટીને તેનો રસ પીવાથી ઉલ્ટી આવવી બંધ થઈ જશે. 
 
 ગરમીમાં રાહત વરિયાળીની ઠંડાઈ પીવાથી શરીરને આરામ મળે છે અને ગરમીથી રાહત મળે છે. 
 
 ત્વચા માટે ફાયદાકરી  - વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ત્વચામાં પણ નિખાર આવે છે.