ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 25 એપ્રિલ 2018 (17:44 IST)

Home Remedies - હળદરવાળુ દૂધ અનેક રોગોની દવા છે

દૂધ આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દૂધનુ સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોથી છુટકારો મળે છે અને નિયમિત રૂપે દૂધનુ સેવન કરવામાં આવે તો આપણુ શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને ચેહરા પર નિખાર પણ આવે છે અને જો દૂધમાં હળદર મેળવવામાં આવે તો આ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારુ કામ કરશે. ભલે તે બાળક હોય, જવાન હોય કે વૃદ્ધ આપણે સર્વ માટે હળદરવાળું દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે. આવો જાણીએ ગરમ હળદરવાળા દૂધ પીવાના ફાયદા. 
 
- હળદરવાળુ દૂધ પીવાથી વજન ઓછુ થાય છે અને જાડાપણાથી છુટકારો મેળવી શકાય છે. 
- હળદરવાળુ દૂધ પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા સંબંધી રોગોથી રાહત મળે છે અને જો ત્વચા પર ક્યાક કોઈ લાલ ડાગ બની જાય તો હળદરવાળા દૂધને કપાસની મદદથી ત્વચા પર લગાડવુ જોઈએ. 
 
- હળદરવાળુ દૂધ પીવાથી આપણી પાચન ક્રિયા ઠીક રહે છે અને અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે. જેવા કે અલ્સર-ડાયેરિયાથી પણ રાહત મેળવી શકાય છે. 
 
- અનિદ્રા જેવા રોગથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે અને ગરમ દૂધમાં થોડી હળદર મેળવીને પીવાથી સારી ઊંઘ આવે છે. 
 
- હળદરવાળા દૂધનુ સેવન કરવાથી શરીરમાં રહેલ રક્ત પાતળુ અને રક્ત વાહિકાઓની ગંદકી પણ સાફ કરવામાં મદદ કરે છે. 
- શરીરમાં કોઈપણ પ્રકારની થઈ રહેલ દર્દથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધનુ સેવન કરવુ ફાયદાકારી સાબિત થાય છે. સાંધાનો દુખાવો, દમા અને કાનમાં દુ:ખાવો થતો હોય તો પણ આનુ સેવન કરવુ જોઈએ. 
 
- શરીર પર કંઈક વાગ્યુ હોય તો પણ હળદરવાળા દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે અને તેનુ સેવન કરવાથી શરીરમાં ગરમાહટ આવી જાય છે અને દુખાવાથી રાહત મળે છે. 
 
- ગરમ દૂધમાં થોડી હળદર મિક્સ કરીને પીવાથી શરદી-સળેખમથી પણ રાહત મળે છે. 
 
- હળદરવાળુ દૂધ પીવાથી હાડકાં પણ મજબૂત બને છે. હળદરવાળુ દૂધ આપણા શરીરને અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.