ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (17:39 IST)

રોજ 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. લવિંગમાં કેલ્શિયમ ફોસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને વિટામિન C જેવા બધા જરૂરી પોષક તત્વ મળી રહે છે. રોજ 1 લવિંગ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સ્મસ્યા પણ દૂર થાય છે. આવો જાણીએ કેવી રીતે.. 
 
- ડાયજેશન 
 
રોજ જમતા પહેલા 1 લવિંગ ખાવ.. તેનુ સેવન સવાર સાંજ જમતા પહેલા કરો.. તેને ખાવાથી સારી રીતે ડાયજેસ્ટ થશે. 
 
- પેટનો દુખાવો 
 
લવિંગમાં એંટીઈફ્લેમેટરી જેવા તત્વ જોવા મળે છે. તેનાથી પેટનુ ઈંફેક્શન દૂર થાય છે. જો પેટનો દુખાવો હોય તો તે પણ ઠેકે થઈ જાય છે. 
 
- હેલ્ધી સ્કીન 
 
રોજ એક લવિંગનુ સેવન જરૂર કરો.. કારણ કે આ બોડી ટૉક્સિન્સ બહાર કાઢે છે અને લોહીને સ્વચ્છ કરે છે. 
 
- મસલ્સ પેન 
 
લવિંગ ખાવાથી બૉડી રિલેક્સ થાય છે અને મસલ્સ મજબૂત થાય છે. 
 
- બીમારીઓથી રાહત 
લવિંગમાં વિટામિન ઈ અને કે રહેલા છે. જેનુ રોજ સેવન કરવાથી ઈમ્યૂનિટી વધે છે અને શરદી-તાવ જેવી પ્રોબ્લેમમાં રાહત મળે છે. 
 
-એસીડીટી 
 
નિયમિત 1 લવિંગનુ સેવન કરવાથી ડાયજેશન સારૂ થાય છે અને એસિડિટેની સમસ્યા જલ્દી ગાયબ થઈ જાય છે.