હેલ્થ ટિપ્સ : આટલા આરોગ્યપ્રદ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ
કોલેસ્ટ્રોલ ઓછુ કરવા - આખા ધાણાને રાતે પલાળી સવારે એ પાણી પી જાવ અને ધાણાને પણ ચાવી જાવ. આવુ કરવાથી કોલેસ્ટ્રોલનુ લેવલ ઓછુ થશે.
એસીડીટીમાં રાહત માટે - દસ દસ ગ્રામ લીલા નારિયળનો ટુકડો, ખસખસ અને સફેદ ચંદનને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો, સવારે આ પાણી ગાળીને પી જાવ એસીડીટીમાં રાહત મળશે. હાઈ બ્લડપ્રેશરમાં રાહત માટે રોજ સવારે લસણની બે કળીઓ રોજ સવારે પાણીની કળી સાથે ચાવીને ખાવ. અઠવાડિયામાં ત્રણ વાર લેવાથી બ્લડપ્રેશરમાં રાહત મળશે.
ડાયાબીટીઝ પર કાબુ મેળવવા - જાંબુના બીજાને સાફ કરી સુકવી લો. તેનો વાટીને પાવડર બનાવી લો. આ પાવડર રોજ સવારે એક ચમચી પાણી સાથે લો. ડાયાબીટીશમાં રાહત મળશે.