શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે ખાવો આ 7 વસ્તુઓ

શિયાળાના મૌસમ આવતા જ તમારી ઈમ્યુનિટી નબળી થવા લાગે છે અને તમને કોઈ ના કોઈ રીતે ઈંફેક્શનના ખતરો વધી જાય છે. અહીં અમે એવા જ થોડી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે જેને તમે તમારી ડાઈટમાં શામેળ કરીને તમારી ઈમ્યુનિટી વધારી શકો છો. 
 
અશ્વગંધા- આ ઈંડિયન જિનસેંગના નામથી ઓળખાય છે અને આયુર્વેદિક ઔષધિમાં એના ઉપયોગ સેક્સ પાવર વધરવા વાળી દવાઓમાં કરાય છે. આ ઔષધિ શારિરિક ક્ષમતા વધરવા ઈમ્યુનિટી વધારવા અને સંક્રમણથી લડવામાં મદદગાર કરે છે. 
 
બીટ - બીટમાં આયરન હોવાના કારણે આ એનીમિયામાં ખૂબ મદદગાર છે એમાં એંટી ઓક્સીડેંટ પણ વધારે માત્રામાં હોય છે આ તમારા શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછા કરી અને તમારા હૃદયને કાર્ડિયોવેસ્કૂલર રોગોથી બચાવે છે. 
ગાજર- ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં જઈને વિટામિન એ માં પરિવર્તિત થઈ જાય છે. વિટામિન એ શરીરના ઈમ્યૂન સિસ્ટમને વધારે છે અને ઘણા સંક્રમણથે બચાવામાં મદદગાર છે. . એમાં આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન પણ હોય છે જે રંતૌધી(Night Blindness)જેવા રોગોથી બચવામાં સહાયક હોય છે. 

 
ચિયા બીજ- એમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડના પણ મુખ્ય સ્ત્રોત છે હેથી આ શરીરના ઉર્જા સ્તરને નિયંત્રિત રાખે છે. એક ચમચી ચિયાને એક ગ્લાસ પાણીમાં પલાળી એના સેવન કરો. 
 
વરિયાળી - વરિયાળીના વધારેપણું ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં થાય છે અને આ પાચનમાં પણ મદદ કરે છે. પણ વરિયાળીના છોડમાં પણ ઘણા ઔષધીય ગુણ હોય છે એમાં ફાઈટોન્યૂટ્રીએંટ ઈથેનાલ હોય છે જે  ઈમ્યુન સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. 
લસણ- શિયાળામાં લસણના ઉપયોગ ઘણા રોગોને દૂર કરવામાં કરાય છે. એમાં રહેલ યૌગિક એલેસિન જેમાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ક્ષમતાએ હોય છે એ અમે શર્દી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે. 
હળદર-  ભારતીય મસાલોમાં પ્રમુખ્તાથી ઉપયોગ થતી હળદર એમના એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ક્ષમતાઓ માટે ઓળખાય છે.આ ઈમ્યૂન સિસ્ટમની કાર્યદક્ષતા વધારવામાં મદદ કરે છે. એક ગિલાસ ગર્મ દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી તમને સીજનલ રોગથી બચાવે છે.