શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Home tips: કાપેલા ફળોને ફ્રેશ રાખવાની ટીપ્સ

to keep fresh fruits
આદર્શ રૂપે ક્યારેય ફળોને લાંબા સમય સુધી કાપેલા ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો. 

જેમ કે, 
 


સફરજન - જો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઇચ્છો છો તો તમારે કેટલીક સાધારણ બાબતોને અનુસરવી પડશે. જેમ કે, સફરજનનો ટૂકડો લઇ તેને પાર ઍપલ સાઇડર વિનેગર લગાવી દો અને તેને કન્ટેનરમાં મૂકી દો. જો ઍપલ સાઇડર વિનેગર નથી લગાવવું કે તે ઉપલબ્ધ નથી તો અન્ય કોઇ સરકાનો પ્રયોગ કરો. તે સફરજનને લાંબા સમય સુધી તાજા રાખશે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.



એવાકાડો - એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફ્રિઝમાં કોઇ એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. આનાથી એવાકાડો લાંબા સમય સુધી બિલકુલ ફ્રેશ રહેશે. 



\જામફળ - જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે. 


જામફળ - જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે. 




પપૈયું - એક સાફ રેપિંગ શીટમાં કાપેલા પપૈયાના ટૂકડાને રાખો અને ત્યારબાદ ફ્રિઝમાં મૂકો. આનાથી પપૈયું લાંબા સમય સુધી તાજુ રહેશે. 
લીંબુ - લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે. 
તરબુચ - કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે. 
અનાનસ - જો તમે અનાનસના ટૂકડાંને કોઇ પ્લાસ્ટિકની પોલીથીનમાં બાંધી રાખશો તો આના કાપેલા ટૂકડાં ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.