મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (14:33 IST)

Immunity Booster Tea: શિયાળામાં 1 કપ પી લો આ ચા, બીમારીઓથી હંમેશા રહેશો દૂર

Immunity Booster Tea
Immunity Booster Tea
Immunity Booster Tea: શિયાળામાં ગરમ ચા પીને શરીરમાં ગરમી આવી જાય છે. શિયાળામાં દૂધની ચા પીવા ને બદલે તમે હર્બલ ટી પીવી જોઈએ. તેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે અને શરીર બીમારીઓથી દૂર રહે છે. જાણો તમે કંઈ વસ્તુઓથી ઘરમાં હર્બલ ટી બનાવી શકો છો ?
 
 શિયાળામાં શરદી ખાંસી લોકોને સૌથી વધુ પરેશાન કરે છે. જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે  તે સૌથી પહેલા બીમારે પડે છે. વાયરલ ફીવર અને ઈફેક્શનનો ખતરો રહે છે. બાળકો અને વડીલો સૌથી વધુ પ્રભાવિત થાય છે. શિયાળામાં કેટલાક લોકો શરદી ખાંસી થતા અનેકવાર ચા પી લે છે. ચા પીવાથી આરામ મળે છે. પણ જો તમે દૂધને બદલે હર્બલ ટી પીશો તો ફાયદો વધુ થશે. હર્બલ ટી પીવાથી રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. તેથી સાધારણ ચા ને બદલે હર્બલ ટી પીવો. તમે ઘરે અનેક મસાલાથી હર્બલ ટી બનાવી શકો છો. જાણો કંઈ હર્બલ ટી પીવી ફાયદો કરે છે. 
 
ઈમ્યુનિટી વધારનારી હર્બલ ટી 
તજવાળી ચા - આરોગ્યમાં સુધાર લાવવો છે તો રોજ તજ ખાવી શરૂ કરી દો. તજ દ્વારા ઈમ્યુનિટી મજબૂત થાય છે અને જો તમે તજ વાળી ચા પીશો તો તેનાથી પાચનમાં સુધાર આવે છે. આ ચા ને પીવાથી જાડાપણુ ઓછુ થશે. તજ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે લાભકારી હોય છે. તેનાથી અનેક બીમારીઓનો ખતરો ઓછો થાય છે. તજ વાળી ચા પીવાથી મેટાબોલિજ્મ સ્ટ્રોંગ બને છે. 
 
જાયફળવાળી ચા - શરદી, તાવ અને ખાંસીને દૂર કરવા માટે દાદી નાની જાયફળનો ઉપયોગ કરે છે. જાયફળવાળી ચા પીવાથી આરામ મળે છે. એક ચપટી જાયફળ તમારા આરોગ્યમાં સુધારો લાવે છે. જાયફળવાળી ચા બનાવવા માટે એક ચપટી જાયફળનુ ચૂરણ ઉકાળીને તેને પાણીમાં નાખી દો. થોડુ ઉકાળ્યા પછી તેને ગાળીને પી લો. જાયફળ ટી પીવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. 
 
તુલસીવાળી ચા -  ઈમ્યુનિટી મજબોત બનાવવી છે તો રોજ તુલસીવાળી ચા પીવી શરૂ કરી દો. તેનાથી શરદી-ખાંસી પરેશાન નહી કરે. તુલસીના પાનથી બનેલી ચા પીવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તમે દૂધની ચા માં તુલસી મિક્સ કરીને પી શકો છો. તુલસીવાળી ચા પીવાથી શરીરને એનર્જી મળે છે અને મેટાબોલિજ્મ સ્ટ્રોંગ બએન છે. ફક્ત પાણીમાં તુલસી નાખીને પીવાથી જાડાપણુ ઓછુ થાય છે અને બોડી ડિટોક્સ થાય છે.  શરદી-ખાંસીથી રાહત મેળવવા માટે તુલસીનુ સેવન કરવુ જોઈએ.