રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2023 (14:25 IST)

શું સોજીમાં જંતુ વારંવાર થઈ જાય છે? આ ઘરગથ્થુ ઉપાયોથી તમને છુટકારો મળશે

How To Store Sooji: રસોડામાં ખાવા પીવાની વસ્તુઓને રાખવુ સરળ નહી હોય કારણ કે અમે જંતુ, ઉંદર, ગરોળી કે કોકરોચથી બચાવવુ હોય છે નહી તો અમે ઘણા રોગોના શિકાર થઈ શકે છે. સોજી એક એવો ફૂડ છે જેને અમે શીરા, ઉપમા કે ઈડલી બનાવવા માટે વાપરીએ છે. આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારી હોય છે. આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ જેની મદદથી તમે ન માત્ર સોજીના જંતુ હટાવી શકશો બદલે તેમને આસપાસ ભટકવા નહી દેશો. 
 
તમાલપત્ર કે લીમડાનો ઉપયોગ 
તમાલપત્ર કે લીમડાના પાનને સોજી, મેંદા અને બેસનના કંટેનર્સમાં રાખો. આવુ કરવાથી ચીજોમાં કીડ લાગવાથી બચે છે સાથે જ ભેજથી પણ બચાવ થઈ જાય છે. 
 
એયર ટાઈટ કંટેનર 
કીડાને લોટ અને અનાજ પર લાગવાથી રોકવાનો સૌથી સારી રીત છે તેને કાંચ, મેટલ કે પછી કોઈ સારા અને જાડા પ્લાસ્ટીક કંટેનર્સમાં રાખવો. 
 
રેફ્રીજરેટિંગ 
જો તમને સોજી, મેંદા અને ચણાના લોટને લાંબા સમય સુધી સ્ટૉર કરીને રાખવુ છે તો તમે તેણે ફ્રીજમાં મૂકી શકો છો. આ બધા વસ્તુઓ રેફ્રીજરેટરમાં રાખવાથી આ ખૂબ દિવસો સુધી તાજી રહેવાની સાથે કીડા 
લાગવાથી પણ દૂર રહે છે. 
 
ફુદીનાના પાન 
સોજી અને ચણાના લોટને કીડાથી બચાવવા તેમાં સૂકી ફુદીનાના પાન રાખી શકો છો. ફુદીનાના સુગંધથી આ સામગ્રીઓમાં કીડા નથી લાગતા. 
 
કડાહીમાં શેકીને રાખો 
સોજી અને ચણાના લોટને હળવુ કડાહીમાં શેકીને ડિબ્બામાં બંદ કરીને રાખવથી તેને ખરાબ થવા કે તેમાં કીડા લાગવાની શકયતા ખૂબ ઓછી થઈ જાય છે.