હોમ ટિપ્સ : શુ તમારુ ફ્રીઝ ખોલતા જ આવે જ અજીબ સ્મેલ ? તો અપનાવો આ ઉપાય

fridge
Last Updated: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (18:32 IST)
જ્યારે પણ તમારા ફ્રીઝનો દરવાજો ખોલો છો ત્યારે શું તેમાંથી અજીબ પ્રકારની વાસ આવે છે? જો આવું થતું હોય તો સૌથી પહેલા તો તમારે તેને નિયમતિ સાફ કરવું જરૂરી છે. અને જો તમે તેને નિયમિત સાફ કરી શકવા સક્ષમ ન હોવ તો અમે અહીં દર્શાવેલી ટિપ્સ તમને અચૂક મદદરૂપ બનશે.
જાણો કેટલાક ઉપાયો -

વાસી ખાવનું દૂર કરો - ફ્રીઝમાં દિવસો સુધી રાંધેલુ ખાવાનું મૂકી રાખવાની ઘણાંને ટેવ હોય છે. પણ ફ્રીઝમાં એવો કોઇ ખાવાનો સામાન ન મૂકો જે વાસી થઇ ગયો હોય. માત્ર રાંધેલુ ભોજન જ નહીં. વાસી થઇ ગયેલા ફળ-શાકભાજી પણ ફ્રીઝમાં ગંદકી ફેલાવે છે. તો તમે પણ ફ્રીઝમાં આવું કંઇ મૂકી રાખતા હોવ તો આજે જ તેને બહાર કાઢી ફેંકી દેજો.

ઢાંકીને રાખો - જ્યારે પણ તમે કોઇ તીવ્ર સુગંધવાળી વસ્તુને ફ્રીઝમાં સ્ટોર કરો છો તો તેને ઢાંકવાનું ન ભૂલશો. જો આમ નહીં કરો તો આનાથી એ ભોજનની બધી સુવાસ આખા ફ્રીઝમાં ફેલાઇ જશે. માટે હવે પછી આવી કોઇ વસ્તુ ફ્રીઝમાં મૂકતી વખતે તેને ઢાંકી દેજો.
સાચા ખાનામાં સામાન મૂકો - વસ્તુઓને એકસાથે મિક્સ કરીને રાખવાથી તેની સુવાસ પરસ્પર મિક્સ થઇ જાય છે અને પછી તેમાંથી અજીબ વાસ આવવા લાગે છે. માટે જ તમારે ખાવાનો દરેક સામાન ઉચિત જગ્યાએ જ મૂકવો જોઇએ. શાકભાજીને નીચે બાસ્કેટમાં રાખો, ઈંડા મૂકતા હોવ તો તેને ઉપર તેના ખાનામાં રાખો. બટર, પનીર, ચીઝ અને મીટને ફ્રીઝરમાં જ્યારે રાંધેલા ભોજનને વચ્ચેના ખાનામાં મૂકી શકો છો.

બેકિંગ સોડા - આ મેજિક પાવડર રસોડા માટે બહુ ઉપયોગી છે. તે કોઇપણ વસ્તુ અને સામાનને ઝડપથી સાફ કરી દે છે. આનાથી ફ્રીઝ પણ સાફ કરી શકાય. એક કપમાં બેકિંગ સોડા ભરીને તેને ફ્રીઝમાં રાખો પછી જુઓ કે ફ્રીઝની બધી વાસ કેવી દૂર થઇ જાય છે.
નિયમિત સફાઇ- ઉપર જણાવ્યુ તે અનુસાર દરેકને ફ્રીઝ રોજ સાફ કરવાનો સમય મળે તે અશક્ય છે. માટે જ દરરોજ કે અઠવાડિયે એકવાર ફ્રીઝ સાફ ન કરી શકો તો કંઇ નહીં પણ તેને મહિનામાં એકવાર તો અચૂક સાફ કરો. અને હા, ફ્રીઝને નિયમિત ડીફ્રોસ્ટ કરવાનું પણ ન ભૂલશો.


આ પણ વાંચો :