શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (20:53 IST)

નવરાત્રિ 2021- નવરાત્રિના ઉપવાસ કરો છો તો ઈમ્યુન સિસ્ટમને મજબૂત રાખવા પીવો આ 5 ડ્રિંક્સ

નવરાત્રિમાં ઘણા લોકો નવ દિવસ વ્રત રાખે છે. જેના કારણે નબળાઈ અને જલ્દી થાક લગવો  સામાન્ય વાત છે. પણ કોરોના મહામારીની બીજી લહેરના વચ્ચે વ્રત રાખવું  એક મોટો પડકાર છે. તેથી જો તમે 
વ્રતમાં કઈક ખાવાથી પરેજ કરો છો તો પણ તમને નવરાત્રિ વ્રતમાં કેટલાક ડ્રિંક્સ જરૂર પીવા જોઈએ જેનાથી તમારી નબળાઈ દૂર થવાની સાથે ઈમ્યુનિટી પણ બની રહે છે.
 
નારિયેળ પાણી 
શરીરને હાઈટ્રેટ રાખવા માટે સાધારણ પાણીની જગ્યા નારિયેળ પાણી એક સારો  વિકલ્પ હોય છે. આ વિટામિન E થી ભરપૂર છે. ખુદને  હાઈટ્રેટ અને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ નારિયેળ પાણી પીવો. 
 
મિંટ ડ્રિંક 
તમે ફુદીનાના પાનને વાટીને તેને સિંધાલૂણની સાથે ઠંડા પાણીમાં પી શકો છો. ફુદીનામાં એંટીઑક્સીડેંટ હોય  છે. સાથે જ તેમાં વિટામિન સી, આયરન અને વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. 
 
લસ્સી 
ઉનાળામાં લસ્સી પીવી આરોગ્ય માટે ખૂબ સારું હોય છે. ખાસ કરીને જ્યારે તમે વ્રતમાં કઈક ખાતા નથી, તો તમને લસ્સીમાં ખાંડ નાખી તેને જરૂર પીવી  જોઈએ. 
 
કાકડી અને ટામેટાનું શરબત 
વ્રતમાં કાકડી અને ટામેટાને ઝીણા સમારીને મિક્સ કરી સિંધાલૂણ અને બરફની સાથે પી શકો છો. કાકડીમાં વિટામિન એ, સી અને કે હોવા સાથે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. 
 
ઓરેંજ જ્યુસ 
ઈમ્યુનિટી વધારવાની સાથે ચેહરા પર નિખાર લાવવા માટે ઓરેંજ જ્યુસને સૌથી સારું ગણાયુ છે. જો તમે નવ દિવસ વ્રત રાખી રહ્યા છો તો તમે દરરોજ એક ગલાસ ઓરેંજ જ્યુસ જરૂર પીવુ  જોઈએ.