બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. સ્વતંત્રતા દિવસ 08
Written By ભાષા|

ઉત્સાહથી લહેરાવો ત્રિરંગો પણ ધ્યાન રાખજો.......

N.D
દેશની આન માન અને શાનનું પ્રતિક રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય પર્વ અને બીજા મહત્વપૂર્ણ પ્રસંગે પૂરી ગરિમા અને સન્માનપૂર્વક લહેરાવવા માટે ઘણી સાવધાનિયો રાખવી જોઈએ.

સંહિતા મુજબ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવારો સાંસ્કૃતિક અને રમતોના પ્રસંગે સામાન્ય લોકો દ્વારા કાગજના ધ્વજ હાથમાં લઈને લહેરાવી શકાય છે. પરંતુ કાર્યક્રમ પછી આ ધ્વજાઅને વિકૃત અથવા જમીન પર ફેંકવો ન જોઈએ. જ્યાં સુધી શક્ય હોય આવા ધ્વજને એકાંતમા નિપટાવો એની મર્યાદાના મુજબ એકાંતમાં કરવામાં આવે.

આ પ્રસંગે પ્લાસ્ટિકના ત્રિરંગાનો ઉપયોગ બિલ્કુલ ન કરવો જોઈએ.

ઝંડા સંહિતા મુજબ જ્યારે પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવે તો તેને સન્માનપૂર્વક સ્થાન આપવુ જોઈએ. રાષ્ટ્રીય ધ્વજ એવી જગ્યાએ લહેરાવો જોઈએ જ્યાંથી સ્પષ્ટ રૂપે દેખાવવુ જોઈએ.. જો કોઈ સરકારી ભવન પર ઝંડો લહેરાવવાનુ પ્રચલન હોય તો તે ભવન પર રવિવાર અને અન્ય રજાઓના દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ધ્વજ લહેરાવવો જોઈએ. ભલે પછી કેવી પણ ઋતુ હોય.

સંહિતા મુજબ ઝંડાને હંમેશા સ્ફૂર્તિથી લહેરાવવામાં આવે, ધીરે ધીરે અને આદરપૂર્વક નીચે ઉતારવામાં આવે. ઝંડો લહેરાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલના અવાજની સાથે જ લહેરાવવો કે ઉતારવો જોઈએ.

જો ઝંડાનુ પ્રદર્શન સભા મંચ પર કરવામાં આવે તો તેને એ રીતે લહેરાવવો જોઈએ કે જ્યારે વક્તાનુ મોઢુ શ્રોતાઓ તરફ હોય અને ઝંડો તેમની જમણી બાજુ રહે અથવા ઝંડાને દીવારની સાથે વક્તાની પાછળ અને તેના ઉપર આડો લહેરાવવામાં આવે. કોઈ મૂર્તિનુ અનાવરણના પ્રસંગે ઝંડાને સન્માનની સાથે અને પૃથક રૂપે પ્રદર્શિત કરવામાં આવે. જ્યારે ઝંડો કોઈ મોટર કાર પર લગાવવામાં આવે તો તેને બોનટની આગળ વચ્ચો વચ્ચ કે કારની આગળ ફીટ કરીને લગાડેલ ડંડા પર લહેરાવવો જોઈએ.

સંહિતા મુજબ જ્યારે રાષ્ટ્રીય ધ્વજ ક્કોઈ સરઘસ કે પરેડમાં લઈ જવામાં આવે તો તે માર્ચ કરનારાઓના જમણી અર્થાત ઝંડાને પણ જમણી તરફ રહેશે. જો બીજા ઝંડાની કોઈ લાઈન હોય તો રાષ્ટ્રીય ઝંડો તે લાઈનના માધ્યમથી આગળ હશે.

ઝંડા સંહિતા મુજબ ફાટેલો કે મેલો, કચડાયેલો ઝંડો નથી લહેરાવી શકાતો. કોઈ વસ્તુ કે વ્યક્તિને સલામી આપવા માટે ઝંડાને નમાવવામાં નહી આવે. કોઈ બીજા ઝંડા કે પતાકાને રાષ્ટ્રીય ઝંડાથી ઉંચો કે ઉપર નહી લગાવવામાં આવે અને ન કોઈ વસ્તુ તે ધ્વજ દંડના ઉપર મુકવામાં આવશે જેના પર ઝંડો લહેરાવવામાં આવે છે.