ભારતના પ્રતિકો

કલ્યાણી દેશમુખ|

- આપણું રાષ્ટ્રગીત - જન-ગણ-મણ

આ ગીતની રચના રવિન્દ્રનાથ ટાગોર દ્રારા કરવામાં આવી હતી. આ ગીત 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગીતના રૂપે સ્વીકારવામાં આવ્યું હતુ. આ ગીત પહેલીવાર 1911માં ગવાયું હતુ. જેને આજે દરેક રાષ્ટ્રીય તહેવારોના દિવસે ગવાય છે.

અને જ્યારે શહીદોની અંતિમયાત્રામાં પણ આ ગીતની ધૂન વગાડી તેનું સન્માન કરવામાં આવે છે. આ ગીતને 52 સેકંડમાં પૂરુ કરવું જોઈએ.

- વંદે માતરમ્ -
વંદે માતરમ ગીતના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતમાં કમ્પોઝ કર્યુ હતુ. આ ગીત આઝાદીની લડાઈમાં જોશ અને પ્રેરણા આપતું હતુ. આ ગીત જન-ગણ-મણ ની જેમ જ સન્માનીય ગીત છે. આ ગીત સૌ પ્રથમ 1896 કોગ્રેસ અધિવેશનમાં ગવાયું હતુ.
આ ગીત સન્માનીય છે એનો મતલંબ એ નથી કે આ ગીતને જોઈને હાથ જોડવામાં આવે છે કે આ ગીતની પૂજા કરવામાં આવે છે. આ ગીત જ્યારે પણ વાગે ત્યારે આપણે એક ભારતીય હોવાને નાતે પોતાની જગ્યાએ ઉભા થઈ જવું જોઈએ. એ ગીત પછી કોઈ જાહેર જગ્યાએ વાગતું હોય કે રેડિયો પર વાગતું હોય. આ જ 'વંદે માતરમ' ગીતના પ્રત્યેનું આપણું સાચુ સન્માન છે.

- આપણુ રાષ્ટ્રિય પક્ષી - મોરમોર- શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ આપણી સામે એક સુંદર નાચતો મોરનું દ્રશ્ય આવી જાય છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ મોરના પીંછાને પોતાના મુગટમાં સ્થાન આપ્યુ છે. આ પવિત્ર પક્ષી આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એક તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને બીજુ તે શ્રીકૃષ્ણ ભગવાનના મુગટમાં પીંછાના રૂપમાં શોભનીય છે તેથી ભારતીય લોકોના મનમાં મોર પ્રત્યે એક અલગ જ ભાવ છે.
- આપણુ રાષ્ટ્રીય પ્રાણી - વાઘ
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.

લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.
- સિંહની પ્રતિકૃતિ

આ પ્રતિક સામાન્ય રીતે દરેક ભારતીય સિક્કાઓ અને ચલણી નોટો પર જોવા મળે છે. આ સિંહની પ્રતિકૃતિ કુલ ચાર સિંહની બનેલી છે જેમાં ત્રણ સામે જ દેખાય છે અને બાકીનો એક પાછળ છુપેલો છે. આ પ્રતિક શોર્ય, શક્તિ અને વિશ્વાસનું પ્રતિક છે. આ પ્રતિકૃતિની નીચે અશોલ ચક્ર છે જેની આસપાસ ચાર દિશાઓ સૂચવનારા ચાર પ્રાણીઓ છે, જેમાં ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો, અને પશ્ચિમમાં બળદ ચિત્ર છે. બાકીની જગ્યામાં સોળે કળાએ ખીલેલું કમળ છે. સોથી નીચે સત્યમેવ જયતે સત્યનો વિજય સૂચવે છે.
- આપણો રાષ્ટ્રધ્વજ

આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે ' રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે. આ ધ્વજ ત્રણ રંગનો બનેલો છે. જેમાં ઉપરનો કેસરે રંગ શોર્ય અને ત્યાગનો સૂચક છે. જે ભારતના શહીદોની શોર્યતા અને ત્યાગને દર્શાવે છે. વચ્ચેનો સફેદ રંગ સત્ય અને શાંતિનો પ્રતિક છે, જે દર્શાવે છે કે ભારતના લોકો સત્યપ્રેમી અને શાંતિનો સંદેશ આપનારા છે. લીલો રંગ વિશ્વાસ અને હરિયાળી બતાવે છે. જે દર્શાવે છે કે આપણો દેશ ખેતીથી સમૃધ્ધ છે. અને વિશ્વાસ એ આપણુ ઘરેણુ છે.
- રાષ્ટ્રીય ફુલ

કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે લક્ષ્મી દેવીએ તેને પોતાનું આસન બનાવ્યું છે તેથી તે એક ધાર્મિક ફુલ છે. પૌરાણિક દ્રષ્ટિએ કમળ ભારતીય સંસ્કૃતિમાં શુભ સ્થાન ધરાવે છે. કમળ એ દિવ્યતા, હરિયાળી, સમૃધ્ધિ, જ્ઞાન, વિજય અને બોધ આપનારું પ્રતિક છે. કમળ કાદવમાં ઉગે છે અને હજારો વર્ષ સુધી ટકી રહે છે તેથી તે લાંબુ આયુષ્ય, સન્માન અને સારી તકોનું પણ પ્રતિક છે.


આ પણ વાંચો :