15મી ઓગસ્ટ વિશેષ - આઝાદી મેળવવામાં મહત્વપુર્ણ ફાળો આપનારા સ્થળો વિશે જાણો

jaliyawala baug
Last Updated: સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:42 IST)
જલિયાવાંલા બાગ. અમૃતસર (પંજાબ) 

 
નિર્દોષ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ  - 1961માં જલિયાવાલા બાગને મેમોરિયલમાં તબદીલ કરવામાં આવ્યો 
 
 
13 એપ્રિલ 1919ની એક ઘટનાએ સ્વતંત્રતા સંગ્રામની ચિંગારીને જ્વાલામાં ફેરવી નાખી. અમૃતસરમાં લાગેલ કરફ્યુ અને બે નેતાઓની ધરપકડના વિરોધમાં બૈસાખીના દિવસે જલિયાવાલા બાગમાં વિરોધ પ્રદર્શન અને ભાષણનું આયોજન કરવામાં આવ્યુ. તેમા હજારો લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાગના એકમાત્ર દરવાજાને ઘેરીને અંગ્રેજ બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરે નિર્દોષ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. જેમા 1500થી વધુ લોકો શહીદ અને હજારો ઘાયલ થયા.  આ બાગમાં આજે પણ હજારો શહીદોની યાદો સમેટાઈ છે.  


આ પણ વાંચો :