બાપૂની રજૂઆત સૌ પહેલા દેશના રાષ્ટ્રીય ધ્વજની રજૂઆત 1921માં મહાત્મા ગાંધીએ કરી હતી. જેમા બાપુએ બે રંગના ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ બનાવવની વાત કરી હતી. આ ઝંડાને મછલીપટ્ટનમના પિંગલી વૈકૈયાએ બનાવ્યો હતો. બે રંગોમાં લાલ રંગ હિન્દુ અને લીલો રંગ મુસ્લિમ સમુહનુ પ્રતિનિધિત્વ કરતુ હતુ. વચ્ચે ગાંધીજીનો ચરખો હતો જે એ વાતનો પુરાવો હતુ કે ભારતનો ઝંડો આપણા દેશમાં બનેલ કપડાંથી બન્યો.