શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. અંતરિમ બજેટ
Written By
Last Updated : ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (15:37 IST)

Budget 2024 Income Tax Slab - ઈનકમ ટેસ્ક સ્લેબમાં કોઈ ફેરફાર નહી, જાણો નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ

income tax
Income Tax Slab - નાણામંત્રી નિર્મલા સીતારમણે અંતરિમ બજેટ રજુ કરી દીધુ છે. બજેટ રજુ કરવા દરમિયાન નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબને લઈને મોટી વાત કરી. તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 2024-25 માટે ઈનકમ ટેક્સ સ્લેબના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  આ પહેલા જેવો જ રહેશે. 
income tax
income tax
નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ 
 
3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહી 
3-6 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ (સેક્શન 87એ માં ટેક્સ છૂટ) 
6-9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેસ્ક 
9-12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ 
12-15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ 
15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ