1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. અંતરિમ બજેટ
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2024 (12:36 IST)

Budget પહેલા જ Modi સરકારનુ મોટુ એલાન.. આ નિર્ણયથી સસ્તા થઈ શકે છે મોબાઈલ ફોન

modi budget
modi budget


- 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ
- બજેટ પહેલા મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાત  
- મોબાઈલ પાર્ટસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી( ની આગેવાની હેઠળની સરકાર આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. પરંતુ બજેટની રજૂઆત પહેલા જ સરકારે એક એવી ભેટ આપી છે, જે સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અંતર્ગત મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મોબાઈલ પાર્ટસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી મોબાઈલ ફોનની કિંમતો ઘટી શકે છે એટલે કે તે સસ્તા થઈ શકે છે.
 
15% થી ઘટાડીબે 10% કરવામાં આવી ઈમ્પોર્ટ ડ્યુટી  
બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ મુજબ, મોદી સરકારે(Modi Govt) બુધવારે બજેટ પહેલા મોબાઈલ પાર્ટ્સ (Mobile Parts Import Duty Cut) પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેને 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે. આ માત્ર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ દેશના સામાન્ય લોકો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવાને કારણે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગનો ખર્ચ પણ ઘટશે અને કંપનીઓ ફોનની કિંમતોમાં પણ ઘટાડો કરી શકે છે.
 
ફોન ઈંડસ્ટ્રીની માંગ પર સરકાર રાજી 
ઉલ્લેખનીય છે કે મોબાઈલ ફોન સેક્ટર સાથે જોડાયેલ કંપનીઓ ભારતમાં સ્માર્ટફોન બનાવવાના રોકાણને ઓછુ કરવા અને ચીન તેમજ વિયેતનામ જેવા ક્ષેત્રીય પ્રતિસ્પર્ધિઓ સાથે સમાન સ્તર પર પ્રતિસ્પર્ધા કરવા માટે લગભગ 10 વર્ષથી આયાત ફી માં કપાત પર જોર આપી રહી હતી અને સંસદમાં બજેટ રજુ થવાના ઠીક એક દિવસ પહેલા સરકારે તેને ગ્રીન સિગ્નલ બતાવી દીધુ છે. 
 
ત્રણ ગણી વધી જશે મોબાઈલ ફોનની નિકાસ    
ઈંડિયન સેલ્યુલર એંડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)એ પહેલા પણ કહ્યુ હતુ કે જો સરકાર ઘટકો પર આયાત ફી ઓછી કરે છે. તો ભારતથી મોબાઈલ ફોન નિકાસ આગામી બે વર્ષોમાં ત્રણ ગણુ વધીને 39 અરબ ડોલર થઈ શકે છે, જે નણાકીય વર્ષ 2023માં 11 અરબ ડોલર હતો. 

Edited by - Kalyani Deshmukh