ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (13:41 IST)

Pakistan Reaction on Ram Mandir: રામભક્તોની ખુશી પાકિસ્તાનને ખૂંચી, પાકિસ્તાનના વિદેશમંત્રીએ કરી નિંદા

-  રામ મંદિરના રામલલાની  પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશભરમાં દીપ ઉત્સવની ઉજવણી
રામભક્તોની ખુશી પાકિસ્તાનની આંખોમાં ખૂંચી 
રામ મંદિરના પવિત્રીકરણ પર ટિપ્પણી 


Pakistan Reaction on Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના રામલલાની  પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ પૂર્ણ થયો છે. તો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશ અને દુનિયાના દિગ્ગજ લોકો તેના સાક્ષી બન્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ આખો દેશ રામમય બન્યો છે. દેશભરમાં દીપ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજથી મંદિરો સામાન્ય લોકો માટે દર્શન માટે ખુલ્લા રહેશે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ રામભક્તોની ખુશી પાકિસ્તાનની આંખોમાં ખૂંચી રહી છે. પાકિસ્તાન ઈર્ષ્યાની આગમાં સળગી રહ્યું છે. સોમવારે જ્યાં એક તરફ અયોધ્યા રામ લલ્લાના રંગમાં રંગાઈ ગઈ હતી, તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રામ મંદિરના પવિત્રીકરણ પર ટિપ્પણી કરીને તેની આકરી નિંદા કરી હતી.
 
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાન સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાન સરકારે રામ મંદિરના ઉદ્દઘાટનને ભારતમાં વધી રહેલ બહુસંખ્યાવાદ (majoritarianism)નો સંકેત બતાવ્યો છે. 

 
રામ મંદિરમાં રામલલાની મૂર્તિ સ્થાપના પછી સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન રજુ કરી બબરી મસ્જિદ વિઘ્વંસના સ્થાન પર રામ મંદિરના ઉદ્દઘાટનની ખૂબ નિંદા કરતા કહ્યુ કે ઉશ્કેરાયેલા ટોળાએ  6 ડિસેમ્બર, 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી.   નિંદનીય છે કે ભારતની સૌથી મોટી અદાલતે આ ઘટના માટે જવાબદાર લોકોને નિર્દોષ છોડી મૂકવા ઉપરાંત તે જ જગ્યાએ રામ મંદિરના નિર્માણને પણ મંજૂરી આપી.
 
આ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે 31 વર્ષોના આ ઘટનાક્રમનુ પરિણામ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. જે ભારતમાં વધી રહેલ બહુસંખ્યાવાદનો સંકેત છે. આ ભારતીય મુસલમાનોના સામાજીક, આર્થિક અને રાજનીતિક રીતે રૂપે બાજુ પર કરી દેવાના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 
 
પાકિસ્તાને નિવેદનમાં કહ્યું કે, તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર મંદિરનું નિર્માણ સદીઓ સુધી ભારતના લોકતંત્ર પર એક ધબ્બો બનીને રહેશે. ભલે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ સહિત દેશમાં ઘણી મસ્જિદોની સંખ્યા વધી રહી હોય પણ તેને પણ તોડી પાડવાનુ સંકટ મંડરાયુ છે. 
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2019માં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપીને રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધો હતો. કોર્ટની પાંચ જજોની બેન્ચે કેન્દ્રને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવાનો નિર્દેશ આપ્યો હતો. 
 
ભારતમાં વધી રહેલી હિંદુત્વની વિચારધારા દેશના ધાર્મિક સૌહાર્દ અને સ્થાનિક શાંતિ માટે જોખમી છે. 
દેશના બે મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓએ બાબરી મસ્જિદ તોડી પાડવા અને રામ મંદિરના ઉદ્ઘાટનને પાકિસ્તાન પર કબજો જમાવવાની દિશામાં પહેલું પગલું ગણાવ્યું છે.
 
આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતમાં ઈસ્લામોફોબિયા અને દ્વેષપૂર્ણ ભાષણની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં લેવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતના ઈસ્લામિક વારસાને બચાવવા માટે તેમની ભૂમિકા ભજવવી જોઈએ. એક રીતે, પાકિસ્તાન ભારત સરકારને મુસ્લિમો અને તેમના ધાર્મિક સ્થળો સહિત ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આહ્વાન કરે છે.