1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (08:28 IST)

મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યો

- આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો
-રામજન્મભૂમિ ટ્રસ્ટને 2.51 કરોડનું દાન આપ્યું

Mukesh Ambani- દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યો હતો. રામલલાના દર્શન કર્યાં બાદ અંબાણી પરિવાર ગદગદિત છે અને રામજન્મભૂમિ ટ્રસ્ટને 2.51 કરોડનું દાન આપ્યું છે. 
 
અંબાણી પરિવારમાંથી કોણ કોણ હાજર 
મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર પર આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યો હતો