બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2022 (17:32 IST)

Weight Loss Yogasana : વજન ઘટાડવા દરરોજ 10 મિનિટ કરવુ આ 5 યોગાસન

yogasan
લૉકડાઉનમાં ખાવા પર કંટ્રોલ ન હોવાથી અને એક્ટિવિટી ન કરવાના કારણે જો તમારો વજન પણ વધી ગયુ છે કે પેટ નિકળી ગયુ છે તો કેટલાક એવા આસન છે જે તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે આવો જાણી કેટલાક લાભદાયક યોગ આસન 

ભુજંગાસન 

આ યોગાસન તમારા પેટની મસલ્સને ટાઈટ કરે છે અને લટકતી ચરબીથી છુટકારો અપાવે છે. સાથે જ તેના અભ્યાસથી કમરના નીચેના ભાગની માંસપેશીઓને આરામ મળે છે. ભુજંગાસન કરવા માટે ધરતી પર પેટના પડશે સૂઈ જાઓ પછી બન્ને હથેળીઓને ખભાની નીચે રાખી શરીરને પાછળની તરફ લઈ જવું. આ અવસ્થામાં ઓછામાં ઓછા 20 સેકંડ રહેવુ અને ફરી સામાન્ય થઈ જાઓ. 

ધનુરાસન 

આ યોગાસનથી તમારો પેટ પાતળા હોવાની સાથે કમર અને પગને મજબૂતી મળે છે. તેને કરવા માટે ધરતી પર પેટના પડખે સૂઈ અને ફરી કમરના ઉપરના હાથથી પંજાને પકડી લો. આ પોજીશનમાં 15 થી 20 સેકંડ રહેવું. 

કુંભકાસન 
આ ખૂબ સરળ યોગાસન છે પણ તેનાથી પેટ સપાત હોવાની સાથે શારીરિક તાકાત પણ વધે છે. આ યોગાસન કરવા માટે હથેળીઓને ખભાના ઠીક નીચે  ધરતી પર રાખો. હવે કમર, હીપ્સ અને ગરદનને સેધુ રાખતા આખા શરીરનો ભાર હથેળી અને પંજા પર રાખવું. જેટલુ હોય આ પોજીશનમાં રહેવુ અને ફરીથી અભ્યાસ કરવું. 

નૌકાસન 
તેનાથી તમારી શરીરની વધારાવી કેલોરી બર્ન હોય છે અને ચરબી ખત્મ હોય છે. પહેલા કમરના પડખે સૂઈ જાઓ અને ફરી ધીમા-ધીમા પગ અને શરેરને સીધો કરી ધરતીથી ઉઠાવવું. હાથને પગની બાજુ રાખો અને શરીરને V ની પોજીશનમાં આવ્યા પછી થૉડીવાર રોકો. ફરીથી અભ્યાસ કરવું. 

વીરભદ્રાસન 
આ યોગાસન પેટની સાથે હાથ, પગ અને થાઈથી પણ ફેટ હટાવે છે. તેને કરવા માટે પગને ખભાના જેટલિ ખોલવુ અને હાથને બન્ને બાજુ ફેલાવી લો. ત્યારબાદ પેટને ટાઈટ રાખી મોઢા જમણી બાજુ રાખો અને જમણા પગના ઘૂંટણને વળવું. આ પોજીશનમાં થોડીવાર રોકાવો અને ફરી બીજા પગના ધૂંટણ વળવું.