એક મુલાકાત શ્રદ્ધા શર્મા સાથે
પ્રશ્ન: શ્રદ્ધાજી તમારા વિશે કઈક જણાવો?જવાબ: હું જાતે પોતાના વિશે શું કહું?....... મારૂ નામ શ્રદ્ધા શર્મા છે, અને જાતિએ હું બ્રાહ્મણ છું, મારા માતાપિતા બને વ્યવસાયે તબિબ છે. તાજેતરમાં જ મેં જયપુરમાં હિમેશ રેશમિયા અને કુમાર શાનુ સાથે સ્ટેજ શૉ કર્યો છે. સાથે સાથે સહારા વનના 'સુનો હર દિલ કુછ કહેતા હૈ' અને સ્ટાર પ્લસના 'સાથી' જેવા કાર્યક્રમમાં દેખાઈ રહી છું. તેમાં દર્શકોએ મને પુત્રવધૂના રોલમાં વધારે પસંદ કરી છે. અભિનય સિવાય મને ડ્રાઈવિંગ, સંગીત સાંભળવું અને ડાંસ કરવો, શોપિંગ કરવું તથા લોકોને મળવાનો વધારે સોખ છે. પ્રશ્ન: હાલમાં આપ જે ફિલ્મ માટે શુંટીંગ કરી રહ્યા છો તેના વિશે કઈ જણાવો. જવાબ: તાજેતરમાં હું એક મ્યુઝિક ફિલ્મ 'તુમ્હારા પ્યાર મેરી જિન્દગી' માં જુડવા રોલ કરી રહી છું. જેમાં એક છોકરી સીધી સાધી અને બીજી છોકરીને મોર્ડન બતાવાઈ છે. પ્રશ્ન: જી.પી. સિપ્પી ફિલ્મ્સ સાથેની આપની આગામી ફિલ્મ વિશે કઈ કહેશો. જવાબ: તેના વિશે કઈ કહી શકાય નહી. આ ફિલ્મની વાર્તા કહેવાની મનાઈ કરાઈ છે. માટે હું ફિલ્મ વિશે કાઈ કહેવા માંગતી નથી. પ્રશ્ન: મીડિયામાં એવી ચર્ચા છે કે બોલ્ડ ઈમેજના કારણે આપ ફેમશ થઈ રહ્યા છો, તેના વિશે આપનું શું કહેવુ છે?જવાબ: હોઈ શકે છે, કારણ કે મને શોર્ટ ડ્રેસીસ પહેરવા ગમે છે, અને મને તેમાં કઈ ખોટુ નથી લાગતું. પ્રશ્ન: એટલે કે તમે ફિલ્મોમાં એક્સોપોઝ કરવું ખોટુ નથી ગણતાં. જવાબ: જરાય નહી. જો હું શોર્ટ સ્કર્ટ અને મોર્ડન ડ્રેસીસમાં સારી દેખાતી હોઉ તો તેમાં કઈ ખોટું નથી. પ્રશ્ન: આપ કોઈ પણ કોન્ટ્રોવર્સી સાથે સંકળાયેલા નથી, શું એના કારણે જ તમારી બીગબોસમાં પસંદગી કરવામાં આવી નથી?જવાબ: જુઓ, બીગબોસ કોઈ બ્યુટી કોંટેસ્ટ તો છે નહી, અહીં તેવા લોકોની જ પસંદગી કરવામાં આવે જે કોઈને કોઈ કોન્ટ્રોવર્સી સાથે સંકળાયેલ હોય. પ્રશ્ન: આપ તો તેમાં ભાગ લેવાના હતા, તો કયા કારણોસર તમારે તે છોડવું પડ્યું?જવાબ: હું એમ ન કહી શકું કે મને તેના માટે ઈગ્નોર કરવામાં આવી છે. 'બીગ બોસ' એ મારો ફેવરેટ શૉ છે અને તે લોકો ખુબ સારા છે. હું તે જ કહેવા માંગીશ કે તેમણે જે નિર્ણય લીધો તે સાચો જ હતો. પ્રશ્ન: આપના અફેયર વિશે કઈ કહેવાનું પસંદ કરશો? જવાબ: (હસતા હસતા....) હાલમાં તો શીંગલ છું. પણ મને સાચા પ્રેમની શોધ છે,એક એવા પ્રેમની જે મને સાચા દિલથી ચાહે..પ્રશ્ન: કહેવાય છે કે મુંબઈની લાઈફ ખુબ જ સ્ટ્રઘલવાળી હોય છે,ખાસકરીને છોકરીઓ માટે તે સુરક્ષિત મનાતી નથી, આપને શું લાગે છે?જવાબ: મને તો મુંબઈ ખુબ જ સુરક્ષિત શહેર લાગે છે, મને અહીયા આજ સુધી કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી, હું ઘણીવાર રાતમાં ઘરથી બહાર નીકળુ છું પણ મને ક્યારેય ખરાબ અનુભવ નથી થયો. પ્રશ્ન: તને રાતમાં એકલા ફરો છો કે સાથે કોઈ....જવાબ: ના ના કોઈ નથી હોતું, હું અહીં એકલી જ રહું છું, અને એકલી જ ફરું છું, જ્યારેય પણ રાત્રે ઉંઘ નથી આવતી ત્યારે હું બહાર ફરવા નીકળી જાઉ છું. પ્રશ્ન: ડેટિંગ વિશે તમે શું માનો છો? જવાબ: ડેટિંગને હું જરા પણ ખોટું નથી માનતી. પ્રશ્ન: આપ પહેલીવાર ડેટિંગ પર ક્યારે ગયા હતાં? જવાબ: જ્યારે હું પંદર વર્ષની હતી ત્યારે.પ્રશ્ન: હવે તમને ડેટિંગ પર જવાનો મોકો મળે તો તમે કોની સાથે જવાનું પસંદ કરો?જવાબ: ટૉમ ક્રૂઝ સાથે.. કારણ કે તે હેંડસમ છે અને મને બહુ ગમે છે.