ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025 (11:23 IST)

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

shiv parivar
shiv parivar
કોણ છે શિવના માતા-પિતા, પત્ની-પુત્ર, ભાઈ-બહેન, સાસુ-સસરા વગેરે. આવો જાણીએ સંક્ષિપ્તમાં આપણે શિવ પરિવાર વિશે.  આ પહેલા એ જાણી લો કે ભગવાન શંકરને શિવ પણ કહેવામાં આવે છે જયરે કે શિવ શબ્ન્દનો ઉપયોગ નિરાકાર ઈશ્વર માટે વપરાય છે. જેમની શિવલિંગના રૂપમાં પૂજા થાય છે. 
 
માતા પિતા - શિવપુરાણ મુજબ ભગવાન સદાશિવ અને પરાશક્તિ અમ્બિકા (પાર્વતી કે સતી નહી)થી જ ભગવાન શંકરની ઉત્પત્તિ કાશી ક્ષેત્રમાં માનવામાં આવે છે. એ શક્તિની દેવી કાળરૂપ સદાશિવની અર્ધાગિની દુર્ગા છે. એક અન્ય કથા મુજબ ભગવાન શંકરના પિતા બ્રહ્મા, દાદા વિષ્ણુ અને પરદાદા સદાશિવ માનવામાં આવે છે. જો કે તે પોતાના પરદાદા જેવા છે તેથી તેમને પણ શિવ કહેવામાં આવ્યા. 
 
પત્નીઓ - શિવની પહેલી પત્ની સતીએ જ તેમના આગલા જન્મમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો. આ ઉપરાંત ઉમા, ઉર્મિ, કાલી, ગંગા પણ તેમની પત્નીઓ છે.  સ્કંદ પુરાણ મુજન દેવી ગંગા કાર્તિકેય(મુરુગન)ની સાવકી માતા છે. ભગવાન શિવ આમ તો એક પત્નીવ્રતા છે અને અન્ય દેવીઓ સાથે તેમના કોઈ વિધિપૂર્વક લગ્ન થયા નથી પણ પુરાણ કથાઓ મુજબ ઉક્ત બધી દેવીઓ તેમને પતિરૂપમાં માનતી હતી. એવુ પણ કહેવાય છે કે આ બધા રૂપ દેવી પાર્વતીના જ છે. 
 
શિવના મુખ્ય 8 પુત્ર છે - ગણેશ, કાર્તિકેય, સુકેશ, જલંધર, અયપ્પા, ભૂમા, અંધક, ખૂજા (મંગલદેવ). બધાના જન્મની કથા રોચક છે. 
 
શિવ ની પુત્રી - ભગવાન શિવની એક પુત્રીનુ નામ અશોક સુંદરી હતુ. જો કે મહાદેવની અન્ય પણ પુત્રીઓ હતી જેમને નાગકન્યા માનવામાં આવી.  જયા, વિષહર, શામિલબારી, દેવ અને દોતલિ. અશોક સુંદરીને ભગવાન શિવ અને પાર્વતીની પુત્રી બતાવી છે તેથી તે ગણેશજીની બહેન છે. તેમનુ લગ્ન રાજા નહુષ સાથે થયુ હતુ. 
 
અન્ય સંબંધી - બ્રહ્માના એક પુત્રનુ નામ દક્ષ પ્રજાપતિ હતુ. રાજા દક્ષની અનેક પુત્રીઓ હતી. તેમની એક પુત્રી સતીના લગ્ન ભગવાન શંકર સાથે થયા અને બીજી પુત્રી ખ્યાતિના લગ્ન ઋષિ ભૃગુ સાથે થયા. મતલબ એ કે ભગવાન શંકર અને ઋષિ ભૃગુ પરસ્પર સાઢુભાઈ થયા. ખ્યાતિથી ભૃગુના બે પુત્ર દાતા અને વિધાતા થયા અને એક પુત્રી શ્રી લક્ષ્મીનો જન્મ થયો. શ્રી લક્ષ્મીના વિવાહ તેમણે શ્રી હરિ વિષ્ણુ સાથે કરી દીધા હતા. હવે તમે વિચારી લો કે સદાશિવથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ઉત્પત્તિ થઈ તો આ ત્રણેય પરસ્પર ભાઈ પણ કહેવાય.  
 
પૌરાણિક માન્યતા મુજબ બ્રહ્માની પુત્રી સરસ્વતીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થયા હતા. જ્યારે કે બ્રહ્માની પત્ની સરસ્વતી અપરા વિદ્યાની દેવી હતી જેમની માતાનુ નામ મહાલક્ષ્મી હતુ અને તેમના ભાઈનુ નામ વિષ્ણુ હતુ. વિષ્ણુએ જે શ્રી લક્ષ્મી નામની દેવી સાથે લગ્ન કર્યા હતા તે ભૃગુ ઋષિની પુત્રી હતી. દેવી ભાગવતના ચતુર્થ સ્કંઘ વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવતમાં ખંડોમાં વિખરાયેલ વર્ણન મુજબ મહર્ષિ ભૃગ પ્રચેતા-બ્રહ્માના પુત્ર છે.